<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st June 2025

ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ ની ઉપસ્થિતિમાં રમત સંકુલ-રાજપીપલા ખાતે યોગ દિવસ ની ઉજવણી

( ભરત શાહ દ્વારા )નર્મદા : ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની નર્મદા જિલ્લા કક્ષાની ઉજવણી સ્પોર્ટ્સ સંકુલ ધાબા ગ્રાઉન્ડ ખાતે ઉત્સાહભેર કરવામાં આવી હતી. જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહ તડવી અને નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી.
"યોગા ફોર વન અર્થ, વન હેલ્થ"ની થીમ સાથે યોજાયેલી આ ઉજવણીમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, જિલ્લા વહિવટી તંત્રના અધિકારીઓ, જિલ્લાના નાગરિકો, જિલ્લા રમત સ્કૂલના વિદ્યાર્થીઓ, માય યુવા ભારતના સ્વયંસેવકો, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના પ્રશિક્ષકો અને યોગ સાધકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કોમન યોગ પ્રોટોકોલનો યોગાભ્યાસ કર્યો હતો.
આ ઉજવણી પ્રસંગે આંધ્રપ્રદેશના વિશાખાપટનમ ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના વડનગર ખાતેથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા યોગ દિવસની ઉજવણી કાર્યક્રમ તથા તેઓના સંબોધનને ઓનલાઇન માધ્યમથી નિહાળ્યું હતું.
જિલ્લા કક્ષાએ યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા કલેકટર એસ.કે.મોદી, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે, નિવાસી અધિક કલેક્ટર સી.કે.ઉંધાડ, જિલ્લા પંચાયતના સભ્ય કિરણભાઈ વસાવા, પ્રાંત અધિકારી ડો.કિશનદાન ગઢવી, નાયબ કલેકટરો, જિલ્લા યુવા વિકાસ અધિકારી દિલીપભાઈ દેસાઈ, જિલ્લા રમત વિકાસ અધિકારી દિનેશભાઈ ભીલ સહિત વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. કાર્યક્રમનું સુચારુ સંચાલન ચેતનભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.



 

(9:49 PM IST)