<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st June 2025

લાયન્સ ક્લબ ઓફ વિરમગામનો‌ 58મો શપથવિધિ સમારોહ યોજાયો

લાયન્સ ક્લબ ઓફ વિરમગામના પ્રમુખ નરેન્દ્ર પ્રજાપતિ, યોગેશ ઝિંઝુવાડીયા સહિતના ક્લબના પદાધિકારીઓને શપથવિધિ અધિકારી સેવંતીલાલ કે વોરાએ શપથ લેવડાવ્યા

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : લાયન્સ ક્લબ ઓફ વિરમગામ નો 58મો શપથવિધિ સમારોહ સ્વામી વિવેકાનંદ ટાઉનહોલ વિરમગામ ખાતે શનિવારે યોજાયો હતો. કાર્યક્રમના પ્રારંભે પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણી, વિમાન દુર્ઘટનાના મૃતકો સહિતના લોકોને મૌન રાખી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. શપથવિધિ અધિકારી પૂર્વ ડિસ્ટ્રીક ગવર્નર લાયન સેવંતીલાલ કે વોરા દ્વારા લાયન્સ ક્લબ ઓફ વિરમગામના પ્રમુખ લાયન નરેન્દ્ર પ્રજાપતિ સહિત ક્લબના વિવિધ હોદ્દેદારોને શપથ લેવડાવવામાં આવ્યા હતા. લાયન્સ ક્લબ ઓફ વિરમગામના વર્ષ 2025-26 ના પ્રમુખ તરીકે નરેન્દ્ર પ્રજાપતિ, પ્રથમ પ્રમુખ જયંત શાહ, દ્વિતીય પ્રમુખ અંકુર જૈન, તૃતીય પ્રમુખ વિપુલ વાળા, માનદ મંત્રી યોગેશ ઝિંઝુવાડીયા, માનદ સહમંત્રી જીજ્ઞા રાવલ, ખજાનચી દિલીપ ઉપાધ્યાય, સહજાનચી મુકેશ ગુપ્તા, ટેમર વિપુલ પીઠવા, ટેઈલ ટ્વિસ્ટર આનંદ રાવલ, જીએલટી જયંત શાહ, જીએમટી અંકુર જૈન, ઓડિટર ઇશ્વરભાઇ જાકણીયા અને બોર્ડ ઓફ ડિરેક્ટર તરીકે ધ્રુવ જાદવ, સતીશ દલવાડી, પૃથ્વી સોલંકી, નિલેશ પરીખ, અમિત દલાલ, મહેશ દલવાડી, નિમેષ શાહ, નિલેશ ચૌહાણ, હોજેફા પટેલ, પ્રવીણ સિંહ સોલંકી, અશ્વિન પટેલની નિમણૂક કરવામાં આવી હતી. નવનિયુક્ત હોદ્દેદારોને અભિનંદન સહ શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ડિસ્ટ્રિક્ટના હોદ્દેદારો, લાયન્સ ક્લબ ઓફ વિરમગામના પૂર્વ પ્રમુખો, સભ્યો,  પરિવારજનો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

(10:41 PM IST)