News of Sunday, 22nd June 2025
મોડાસાનાવ ણીયાદ ગ્રામ પંચાયત ચૂંટણીમાં સરપંચના ઉમેદવાર પર ટોળાનો હુમલો
ઉમેદવારની કાર આંતરી કાર ઉપર પથ્થરમારો કરી કાચ તોડી નાખીને હુમલો કર્યો: સૌરભ ત્રિવેદીને ગંભીર ઈજાઓ થતા 108 મારફતે સારવાર અર્થે સાર્વજનિક હોસ્પિટલ ખાતે લવાયા

અરવલ્લી જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના સરપંચ ઉમેદવાર ઉપર હુમલો કરાયો છે. મોડાસાના વણીયાદ ગામની ઘટના છે. જેમાં આજે વહેલી સવારે 12 જેટલા અસામાજિક તત્વોના ટોળાએ હુમલો કર્યો હતો. ઉમેદવારની કાર આંતરી કાર ઉપર પથ્થરમારો કરી કાચ તોડી નાખીને હુમલો કર્યો હતો. ઉમેદવાર સૌરભ ત્રિવેદીને ગંભીર ઈજાઓ થતા 108 મારફતે સારવાર અર્થે સાર્વજનિક હોસ્પિટલ ખાતે લવાયા છે. ઘટના અંગે ટીંટોઇ પોલીસ જાણ કરાઇ છે. વણીયાદ ગ્રામ પંચાયતમાં ત્રણ ઉમેદવારો સરપંચ પદ માટેની હરીફાઈમાં છે.
(4:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
