News of Sunday, 22nd June 2025
ખેડાના ગળતેશ્વરમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં ત્રણ યુવાનો ડૂબી જતાં ગામમાં મતદાનનો પર્વ માતમાં ફેરવાયો
લોકોએ ત્રણ યુવાનોને કેનાલમાં ડૂબતા જોઈ ગ્રામજનોને જાણ કરતા મતદાનનો પર્વ છોડી લોકોના ટોળે ટોળા કેનાલ પર ઉમટ્યા

ખેડાના ગળતેશ્વરમાં 3 યુવાનો કેનાલમાં ડૂબ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ટીંબાના મુવાડા ગામે વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન નજીક નર્મદાની મુખ્ય કેનાલમાં ત્રણ યુવાનો ડૂબતા લોકશાહીનો પર્વ માતમમાં ફેરવાયો છે. ત્રણમાંથી બે યુવાન ટીંબાના મુવાડાના હોવાનું સામે આવ્યું છે.લોકશાહીનો પર્વ છોડી મોટી સંખ્યામાં લોકો કેનાલ પર ઉમટ્યા છે.
મળતી માહિતી મુજબ, ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકામાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં ત્રણ યુવાનો ડૂબી જતાં ગામમાં મતદાનનો પર્વ માતમાં ફેરવાયો છે. વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન નજીક આ ઘટના બની હતી. ત્રણેય યુવાનો 18થી 20 વર્ષના હોવાનું મનાય છે. ત્રણમાંથી બે યુવાન ટીંબાના મુવાડાના છે. મુખ્ય કેનાલની સામે પાર બેઠેલા લોકોએ ત્રણ યુવાનોને કેનાલમાં ડૂબતા જોઈ ગ્રામજનોને જાણ કરતા મતદાનનો પર્વ છોડી લોકોના ટોળે ટોળા કેનાલ પર ઉમટ્યા હતા. તંત્રની સાથે સ્થાનિક તરવૈયાઓ પણ યુવાનોની શોધખોળ શરૂ કરી હતી. ચૂંટણીના આનંદના વાતાવરણ વચ્ચે દુઃખદ સમાચાર સામે આવતા લોકો ચિંતામાં મુકાયા છે.
(6:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
