News of Sunday, 22nd June 2025
ખેડબ્રહ્મા પંથકમાં પડેલા ભારે વરસાદના કારણે ખેતીને વ્યાપક નુકસાન પહોંચ્યું: તાત્કાલિક સર્વે કરાવી વળતર ચૂકવવા માંગ
રોધરા, ગલોડિયા પંથકમાં કોસંબી નદીમાં પાણી ખેતરોમાં ફરી વરતા ખેતરોમાં તારાજી જેવા દ્રશ્ય જોવા મળ્યા

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા પંથકમાં પડેલા ભારે વરસાદના કારણે ખેતીને વ્યાપક નુકસાન પહોંચ્યું છે, 700થી વધુ એક ઘરમાં મગફળી કપાસ સહિતના પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું.પરંતુ ભારે વરસાદના કારણે ખેતીમાં પાણી ફરી વળ્યા છે.રોધરા, ગલોડિયા પંથકમાં કોસંબી નદીમાં પાણી ખેતરોમાં ફરી વરતા ખેતરોમાં તારાજી જેવા દ્રશ્ય જોવા મળ્યા હતા.
લાખ રૂપિયા ખર્ચને કરેલી ડ્રીપ ઇરીગેશન તણાઈ ગઈ હતી તો ખેતરોમાં મોટા પથ્થરો પણ તણાઈ આવી જતા ખેતીને વ્યાપક નુકસાન થયું છે. ડ્રીપ ઇરીગેશનમાં 30 હજાર જેટલો ખર્ચો ખેડૂતોએ કર્યો હતો તો.બિયારણ પાછળ પણ 20 થી 22 હજાર ખર્ચ કરવામાં આવ્યો હતો પરંતુ વરસાદે ખેડૂતોની મહેનત ઉપર પાણી ફેરવી દીધું.ખેડૂતોની માંગણી છે કે ખેતીવાડી વિભાગ દ્વારા તાત્કાલિક સર્વે કરવામાં આવે અને તમને યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ ઉઠી છે.
(6:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
