News of Sunday, 22nd June 2025
બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદને પગલે અનેક જળાશયોમાં નવા નીર આવ્યા
દાંતીવાડા જળાશયમાં સવારે 2681 ક્યુસેક પાણીની આવક થતા સપાટી 554.46 નોંધાઈ: મુક્તેશ્વર જળાશયમાં 1621 ક્યુસેક પાણીની આવક: દાંતીવાડા જળાશયમાં હજુ પણ પાણીની આવક થવાની સંભાવના

બનાસકાંઠા જિલ્લમાં ભારે વરસાદને પગલે અનેક જળાશયોમાં નવા નીર આવ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદ જિલ્લાના જળાશયોમાં નીરની આવક થઇ છે. બનાસકાંઠા જિલ્લાના બે જળાશયોમાં નોંધાઈ પાણીની આવક થઇ છે. દાંતીવાડા જળાશયમાં સવારે 2681 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે . પાણીની આવક બાદ દાંતીવાડા જળાશયની સપાટી 554.46 નોંધાઈ છે. મુક્તેશ્વર જળાશયમાં 1621 ક્યુસેક પાણીની આવક નોંધાઇ છે. પાણીની આવક નોંધાતા સપાટી પહોંચી 635.03 પહોંચી છે. સીપુ જળાશયમાં હજુ પાણીની આવક નોંધાઈ નથી, અમીરગઢ અને દાંતમાં મુશળધાર વરસાદ થયો હતો. દાંતીવાડા જળાશયમાં હજુ પણ પાણીની આવક થવાની સંભાવના છે.
(6:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
