News of Sunday, 22nd June 2025
સુરતના પાંડેસરા વિસ્તારમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા વેલ્ડિંગના દુકાનદારને માર માર્યો : વિડિઓ વાયરલ
પોલીસની ખાસ કામગીરી થવા છતાં પણ આવા અસામાજિક તત્વોને પોલીસનો કોઈ પણ ડર નથી

સુરત :રથયાત્રા અગાઉ સુરત શહેરમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે.
સુરત શહેરમાં પાંડેસરા વિસ્તારમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા વેલ્ડિંગના દુકાનદારને માર મારવામાં આવ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પોલીસની ખાસ કામગીરી થવા છતાં પણ આવા અસામાજિક તત્વોને પોલીસનો કોઈ પણ ડર નથી અને ખુલ્લેઆમ મારામારી અને ધાકધમકીની ઘટનાઓ સામે આવી છે.
(9:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
