News of Sunday, 22nd June 2025
નર્મદા જિલ્લામાં ગ્રામ પંચાયત ચૂંટણીઓમાં સરેરાશ 80 ટકા મતદાન નોંધાયું : 25 તારીખે થશે સરપંચ સભ્યોની કિસ્મતનો ફેંસલો
સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીઓમાં બેલેટ પેપરો દ્વારા થયેલ મતદાન :10 ટેબલો પર એકસાથે મતગણતરી થશે

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લામાં 238 ગ્રામપંચાયતો માંથી 112 ગ્રામ પંચાયતોની સામાન્ય અને પેટાચૂંટણીઓ યોજાઈ, સમગ્ર જિલ્લામાં શાંતિ પૂર્ણ રીતે મતદાન થયું તમામ ગામોમાં વહેલી સવારથી ઉત્સાહ પૂર્વક મતદાન નોંધાતા જિલ્લાનું સરેરાશ મતદાન 80 ટકા જેટલું નોંધાયું છે. 25 મીએ રાજપીપલા અને ડેડીયાપાડા ખાતે મતગણતરી થશે. 10 ટેબલો પર એકસાથે ગણતરી કરવાના હોય છતાં આખો દિવસ ગણતરીમાં જશે.
નર્મદા જિલ્લામાં 112 ગ્રામ પંચાયતો ની ચૂંટણીઓ ના મતદાન ને લઈને ગામેગામ ધમધમાટ જોવા મળ્યો હતો. ગ્રામપંચાયતો ની ચૂંટણી યોજવા તંત્ર પણ સજ્જ બન્યું હતું.
60 સરપંચો અને 532 વોર્ડ સભ્યોની ચૂંટણી માટે 226 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા હતા. 288 મત પેટીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 18 ચૂંટણી અધિકારી, 18 મદદનીશ ચૂંટણી અધિકારી 1252 પોલિંગ સ્ટાફ અને 709 પોલીસ સ્ટાફ મળી ચૂંટણી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી છે. હવે અંદાજિત 1,37,147 મતદારો માંથી 80 ટકા મતદારો એ મતદાન કર્યું છે. આ મતદારો એ સરપંચ અને સભ્યો બંનેનું ભાવિ નક્કી કરી દીધું છે. જે આવતીકાલે મતગણતરી થશે એટલે ખબર પડશે.
મતદાન પેટી સાથેની તમામ સામગ્રી સાથે દેડિયાપાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ચોપડી ગામના મતદાન મથક ખાતે જવા માટે ફાળવેલા વાહનમાં રવાના થયા હતા. હાલ ચોમાસાની સિઝન હોવાથી રસ્તામાં વરસાદના કારણે આ મતદાન મથકના રસ્તે વાહન જઈ શકે તેમ ન હોવાથી તમામ અધિકારી/કર્મચારીઓએ ગામ તરફ જવાના કાચા રસ્તેથી વાહનને પરત મોકલી તમામ સામગ્રી જાતે જ ઉંચકી તેઓની ફરજ પ્રત્યેની નિષ્ઠા સાથે ઉબડ ખાબડ રસ્તે અંદાજે ચાર કિલો મીટર જેટલું અંતર પગપાળા ચાલીને મતદાન મથકે પહોંચી તેઓની ફરજ બજાવી હતી
(9:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
