<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd June 2025

ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ રાજપીપળા ખાતે એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ થીમ પર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ

( ભરત શાહ દ્વારા ) નર્મદા: ર૧ મી જુનનો દિવસ એ ઉત્તરીય ગોળાર્ધમાં સૌથી લાબો દિવસ છે અને આ જ કારણે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૧ મી જુન ને વિશ્વ યોગ દિવસ મનાવવા માટે યુનાઈટેડ નેશનની સભામાં રજૂઆત કરી હતી ત્યારબાદ આ બાબતે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઠરાવ પસાર કરવામાં આવ્યો જેમાં દુનિયાના મોટા ભાગના દેશોએ સહમતિ દર્શાવી અને વર્ષ ૨૦૧૫ થી ૨૧ મી જૂન એ વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવાનું નક્કી થયું.

૨૧ મી જુન ૨૦૨૫ નાં ૧૧મા વિશ્વ યોગ દિવસની ઉજવણી “એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ” થીમ સાથે કરાઈ રહી છે. આ થીમ આરોગ્ય, ટકાઉપણું અને પર્યાવરણ નાં પરસ્પર જોડાણ વિશેના મહત્વપૂર્ણ સત્યને પ્રતિબિંબિત કરે છે. જે ભારત G ૨૦ પ્રમુખપદ દરમ્યાન પ્રકાશિત થયેલ "એક પૃથ્વી એક પરિવાર એક ભવિષ્ય" નાં વિઝન સાથે સુસંગત છે. ત્યારે ધી રીજીઓનલ પ્રોબેશન એન્ડ આફટર કેર એસોસિયેશન સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ રાજપીપળા નર્મદા ખાતે આશ્રિત બાળકો સાથે સંસ્થાનાં મંત્રી, અધિક્ષક અને કર્મચારીગણ, તેમજ જિલ્લા બાળ સુરક્ષા એકમ નર્મદાના કર્મચારીગણ સહભાગી થયા હતા. આ કાર્યક્રમમાં યોગનાં ઈતિહાસ, ફાયદાઓ અને વિશ્વ યોગ દિવસ અંગે સમજ તેમજ ૨૦૨૫ ની થીમ “એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ” અંગે સમજ આપી વિવિધ યોગા કરી ઉજવણી કરવામાં આવી હતી.

(9:59 PM IST)