<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd June 2025

સુરતમાં મેઘતાંડવઃ ૨ કલાકમાં ૬ ઇંચ

અનેક વિસ્‍તારોમાં બે-બે ફૂટ પાણી ભરાયા તો અમુક જગ્‍યાએ સ્‍વીમીંગ પુલ જેવી પરીસ્‍થિતી સર્જાઈઃ શાળાઓમાં રજા

સુરત પાણી...પાણી... સુરતઃ શહેરમાં પડેલા છ ઈંચ વરસાદથી શહુરના વેડ દરવાજા, કતારગામ દરવાજા, સહારા દરવાજા, રાંદેર રોડ, ઋુષભ ચાર રસ્‍તા, ટેક્‍સટાઈલ માર્કેટ, વરાછા મીની બજાર, પુણાગામ સહિતના અનેકો વિસ્‍તારમાં દોઢથી બે ફૂટ જેટલા પાણી ભરાતા લોકો પરેશાન થઈ ગયા હતા. અનેક દુકાનોમાં, મકાનોમાં અને ગોડાઉનોમાં પાણી ઘુસી ગયા હતા અમુક વિસ્‍તારોમાં સ્‍વિમિંગ પુલ જેવી સ્‍થિતી સર્જાય હતી આજે પડેલા માત્ર છ ઈંચ વરસાદથી સુરત મહાનગરપાલિકાની પ્રિમોન્‍સૂન માત્ર કાગળ પર થઈ હોય તેવુ લાગી રહ્યું છે.(તસ્‍વીર-અહેવાલ વિજય વસાણી) (૪૦.૨૯)

(જીતેન્‍દ્ર રૂપારેલિયા) વાપીઃ મેઘરાજા એ જાણે સુરત ને નિશાન બનાવ્‍યું હોય તેમ માત્ર બે કલાક માં આશરે ૬ ઇંચ જેટલો ભારે વરસાદ તૂટી પડતા અનેક વિસ્‍તારોમાં પાણી ફરી વળ્‍યાં છે, આજે સોમવાર ના ચાલુ દિવસે સવાર માં જ મેઘરાજા તૂટી પડતા જનજીવન ખોરવાઈ ગયું હતું.

આજે સવારે ૬ વાગ્‍યા થી ૧૦ વાગ્‍યા સુધીમાં એટલે કે માત્ર ૪ કલાક માં નોંધાયેલ વરસાદ ના મુખ્‍યત્‍વે આંકડા ને જોઈએ તો  સુરત સિટી ૧૪૪ મીમી, કામરેજ ૪૬ મીમી, વ્‍યારા ૨૮ મીમી, વાલોડ અને માંડવી ૨૫ મીમી, કપરાડા ૧૯ મીમી, ઉમરગામ ૧૮ મીમી, બારડોલી ૧૨ મીમી, ડેડીયાપાડા ૧૧ મીમી, અને વાપી ૧૦ મીમી વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત રાજ્‍ય ના ૪૮ તાલુકાઓમાં ૧ થી ૯ મીમી વરસાદ નોંધાયો છે.(૪૦.૨૮)

 

 

(3:10 PM IST)