News of Monday, 23rd June 2025
પલસાણા ૬, કપરાડા અને અમીરગઢ ૫ , અને વાપીમાં ૪ ઇંચ કરછ પંથકમાં ૩.૫ ઇંચ વરસાદ
રાજ્યના ૩૩ જીલ્લાના ૧૬૫ તાલુકાઓમાં મેઘામહેર...

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપીઃ રાજ્ય ના ૩૩ જીલ્લા ના ૧૬૫ તાલુકા ઓ માં મેઘરાજા એ છેલ્લા ૨૪ કલાકમાં મહેર વરસાવી છે, જેમાં દક્ષિણ ગુજરાત પંથક માં ૬ ઇંચ, ઉત્તર ગુજરાતમાં ૫ ઇંચ અને કરછ પંથક માં ૩.૫ ઇંચ સુધી નો વરસાદ નોંધાયો છે, જોકે ફરી એકવાર મેઘરાજા સૌરાષ્ટ્ર પર ઓળઘોળ થયા નુ જણાય છે,મોટાભાગ ના વિસ્તારો માં ભારે વરસાદ નો પગલે નવા નીર ની આવક થતા બંધો અને જળાશયો ની સપાટી માં વધારો જોવા મળી રહ્યો છે તો સ્થાનિક લોકમાતા ઓ માં રમણે ચઢી છે.
ફ્લડ કંટ્રોલ પાસે થી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલ વરસાદ ના મુખ્યત્વે આંકડા ને જોઈએ તો... પલસાણા ૧૪૧ મીમી, કપરાડા ૧૨૯ મીમી, અમીરગઢ ૧૨૭ મીમી, ઉમરપાડા ૧૧૪ મીમી, વરસાદ નોંધાયો છે.
તેમજ કામરેજ ૯૪ મીમી, વાપી ૯૩ મીમી, પારડી ૮૮ મીમી, ખેરગામ અને ગાંધીધામ ૮૧ં૮૧ મીમી, સુરત સિટી ૭૯ મીમી, બારડોલી ૭૦ મીમી, ધરમપુર ૬૯ મીમી, ગણદેવી ૬૦ મીમી, મુન્દ્રા ૫૩ મીમી, માંડવી ૫૧ મીમી, વલસાડ ૪૭ મીમી, નવસારી ૪૪ મીમી, ડાંગ ંઆહવા ૪૧ મીમી, સાગબારા ૩૮ મીમી, મહુવા ૩૭ મીમી, વાલોડ ૩૬ મીમી, ઉમરગામ, ઓલપાડ અને વઘઇ ૩૩ મીમી, જલાલપોર અને ચીખલી ૩૧ મીમી, વાંસદા ૩૦ મીમી, સુબીર ૨૭ મીમી, ડોલવણ ૨૬ મીમી,, ખેડબ્રહ્મા ૨૫ મીમી, વ્યારા ૨૪ મીમી, અંજાર ૨૩ મીમી, અને અંકલેશ્વર ૨૦ મીમી વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત રાજ્ય ના ૯૯ તાલુકા ઓ માં ઝરમર થી ૧૯ મીમી સુધી નો હળવો વરસાદ નોંધાયો છે
(12:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
