News of Monday, 23rd June 2025
રાજપીપળા સિવિલ સામે થયેલા અકસ્માત બાબતે રાજકોટ પોલીસની બસ ચાલકના તથા અન્ય પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી કરવા ઉચ્ચ કક્ષાએ રજૂઆત
ફરિયાદીના પિતાએ નર્મદા પોલીસ અધિક્ષક સહિત રાજ્યપાલ અને મંત્રીઓને લેખિત રજૂઆત કરી સામાવાળાને કોર્ટ રાહે શિક્ષા કરાવવા માંગ કરી:ઘટના બાબતે સી.સી.ટી.વી કેમેરામાં જોઈને તેમની સામે ડ્રીંક એન્ડ ડ્રાઇવ નો કેસ દાખલ કરી એફઆઈઆરમાં ઉમેરો કરવા રજૂઆત

( ભરત શાહ દ્વારા ) નર્મદા:પાંચેક દિવસ પહેલા રાજપીપળા સિવિલ હોસ્પિટલ સામે રાજકોટ પોલીસની મીની બસે થાર ગાડી સાથે કારેલા અકસ્માતમાં ફરિયાદીએ આપેલા નિવેદન મુજબ ફરિયાદ નહીં લઈ રાજકોટ પોલીસને બચાવવા પ્રયાસ કર્યો હોય આ તમામ સામે અને તપાસ અધિકારી સામે કાર્યવાહી કરવા ફરિયાદીના પિતાએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે
રાજપીપળા સોનીવાડ માં રહેતા હસમુખભાઈ ખુશાલભાઈ પરમારએ નર્મદા જિલ્લા પોલીસ વડા સહિત રાજ્યપાલ, મુખ્યમંત્રી સહિતના મંત્રીઓને કરેલી લેખિત રજૂઆત માં જણાવ્યા મુજબ.ગત તારીખ ૧૮/૦૬/૨૦૨૫ ના રોજ મારો દિકરો નામે રાજદીપ હસમુખભાઇ મહેતા વાવડી જકાતનાકા પાસે શિવશક્તિ હોટલ પર કોફી/નાસ્તો કરીને રાત્રે ૧૧-૪૫ વાગ્યાનાં સમયમાં રાજપીપલા તરફ મારે ઘરે પરત આવતા હોઇ ત્યારે રાજપીપલા નવી સીવીલ હોસ્પિટલની સામે મારા દિકરાની થાર ગાડી જેનો નંબર જી.જે.૧૬.ડીકે ૫૦૦૧ એકદમ ધીમેથી ડ્રાઇવ કરતો હોઇ જેની પાછળ રાજકોટ સીટી પોલીસની મીની બસ નં જી.જે ૦૩-૧૧૪૯ ના ચાલકે પોતાની કબ્જાની ગાડી એકદમ બેફીર અને ગફલતફરી રીતે પુરજોશમાં હંકારીને અમારી થાર ગાડીની પાછળનાં ભાગે એકદમ ધડાકેભર/ ટક્કર મારીને અકસ્માત કરેલ હોઇ તેથી રાજકોટ મીની બસ ના ચાલક તથા સાથી કર્મચારીઓ નશાની હાલતમાં હોવાનું અમને જણાતું હોય તેઓ ને જી.જે. જીએ.૧૭૪૯ અકસ્માત સ્થળેથી ભગાડીને ગાડી લઇ ગયેલ હોય પછીથી તેઓની શોધ-ખોળ કરતા તેઓ નાસી ગયેલા જેઓની સામે અમોએ કાયદેસરની ફરીયાદ દાખલ કરવાનું કહેતાં રાજપીપલા પોલીસ સ્ટેશનનાં ફરજ પરના અધિકારીઓ/કર્મચારીઓ રાજકોટ પોલીસના કર્મચારીઓ પોલીસ ડિપાર્ટમેન્ટમાં હોઇ અમોએ રાજપીપલા પોલીસ ને જાણ કરતા છતા ડ્રિંક એંડ ડ્રાઇવ કેસ કરેલ નથી. અને આ ફરીયાદમાં આરોપીઓ નશાની હાલતમાં હોઇ તેઓને તથા સામાવાળાને બચાવવાનાં તથા બીટના જમાદાર એ બચાવવા બ્લ્ડ સેમ્પલ માટેની કોઇ જ કાર્યવાહી ઇરાદાપુર્વક કરી નથી. આ આરોપીઓ રાજપીપલા તરફ ભાગી ગયેલ હોય જેની તપાસ સી.સી.ટી.વી કેમેરામાં જોઈને તેમની સામે ડ્રીંક એન્ડ ડ્રાઇવ નો કેસ દાખલ કરી એફઆઈઆર માં ઉમેરો કરવા મારી ફરિયાદ છે
(9:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
