<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th June 2025

સુરતના પૂણા-કુંભારીયા પાસે ખાડીમાં પાણીનો પ્રવાહ વધતા 3 યુવકો ફસાયા: 2 યુવકોનું રેસ્ક્યુ: એક લાપતા

18 વર્ષીય યુવક અર્જુન હજુ લાપતા હોય ફાયર બ્રિગેડના જવાનો અને સ્થાનિક તંત્ર દ્વારા શોધખોળ

સુરતના પુણા કુંભારિયા વિસ્તારમાં આવેલી ખાડી પાસે હતા આ દરમિયાન પાણીનો પ્રવાહ વધતા ત્રણ યુવકો ફસાઈ ગયા હતા જે પૈકી બેને ફાયર બ્રિગેડ દ્વારા બચાવી લેવામાં આવ્યા છે જ્યારે એક યુવક હાલમાં લાપતા છે અને તેની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.

મળતી માહિતી મુજબ સુરત શહેરમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે એવામાં સુરતના પુણા કુંભારિયા વિસ્તારમાં ખાડી પાસે આજે સવારે એક ઘટના બની હતી જેમાં ત્રણ યુવકો ખાડી પાસે હતા તે દરમિયાન પાણીનો પ્રવાહ વધતા ત્રણ યુવકો ફસાઈ ગયા હતા.

જે પૈકી બે લોકોને સુરત ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યા હતા બીજી તરફ 18 વર્ષીય યુવક લાપતા છે યુવકનું નામ અર્જુન હોવાનું જાણવા મળી રહ્યું છે ફાયર બ્રિગેડના જવાનો અને સ્થાનિક તંત્ર દ્વારા અર્જુનને શોધવા માટે સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

 

(6:41 PM IST)