<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th June 2025

રાહત નિયામકના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર SEOC ખાતે વેધર વોચ ગૃપની બેઠક યોજાઈ

આગામી સપ્તાહ દરમિયાન રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના હોવાથી ઞાંધીનઞર ખાતે યોજાયેલ બેઠકમાં વન,આરોગ્ય, ઊર્જા,GSRTC,પંચાયત,પશુપાલન, ISRO સહીત વિભાગના નોડલ અધિકારીઓ હાજર રહ્યા

(વિજય વસાણી દ્વારા)ગાંધીનગર : રાજયના રાહત નિયામકના અધ્યક્ષ સ્થાને અધ્યક્ષ સ્થાને સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની આજે બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે સંબંધિત વિભાગોની તૈયારી અંગે સમીક્ષા કરી તમામ વિભાગોને જરૂરી માર્ગદર્શન અને સુચનાઓ આપવામાં આવી હતી.

આ બેઠકમાં IMD ના અધિકારીએ રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે,  રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ વરસી રહ્યો છે હજુ આગામી સપ્તાહમાં સમગ્ર રાજ્યમાં વિવિધ વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે જે સંદર્ભે સંબંધિત વિભાગો સાથે જરૂરી ચર્ચા કરી સંભવિત જોખમો સામે એલર્ટ રહેવા જણાવ્યું છે.

આ બેઠકમાં એન.ડી.આર.એફ.ના અધિકારીએ જણાવ્યું હતું કે, રાજયમાં ભારે વરસાદની કોઈપણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે એન.ડી.આર.એફ. તથા એસ.ડી.આર.એફ.ની કુલ ૩૪ ટીમો જિલ્લા કક્ષાએ ડિપ્લોય કરવામાં આવી છે. આ ઉપરાંત ૨ ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.

આ બેઠકમાં  સિંચાઇ વિભાગના અધિકારી દ્વારા રિઝિયન વાઈઝ સ્ટોરેજની સ્થિતિ વિશે માહિતી આપી હતી. જે મુજબ રાજ્યના ૨૦૬ જળાશયો પૈકી ૧૫ જળાશયો હાઇએલર્ટ, ૧૨ જળાશયો એલર્ટ પર તથા ૧૧ જળાશયો વોર્નિંગ પર છે.

GSRTC અધિકારીએ જણાવ્યું હતું કે રાજ્યમાં વરસાદની સ્થિતિને લઈને હાલમાં સુરત અને ભરૂચ જિલ્લામાં બસના રૂટ પ્રભાવિત હોવાથી વૈકલ્પિક રૂટ શરૂ કરવામાં આવ્યા છે.

આ બેઠકમાં CWC- મહી અને તાપી ડિવીઝન, વન, આરોગ્ય, ઊર્જા, GSRTC, યુ.ડી.ડી, પંચાયત, પશુપાલન, ISRO, ફીશરીઝ,  વિભાગના નોડલ અઘિકારીશ્રીઓ હાજર રહ્યાં હતા.

(9:38 PM IST)