<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th June 2025

ગોંડલના બહુચર્ચિત રાજકુમાર જાટ મૃત્યુ કેસમાં હાઈકોર્ટે રાજકોટ પોલીસને પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો

સમગ્ર કેસમાં CCTV રિઝર્વ કરવા પણ હાઈકોર્ટે નિર્દેશ કર્યો: કેસની વધુ સુનાવણી આગામી 14 જુલાઈના રોજ હાથ ધરાશે.

અમદાવાદ : રાજકોટ જિલ્લાના  ગોંડલના બહુચર્ચિત રાજકુમાર જાટ મૃત્યુ કેસમાં હાઈકોર્ટે રાજકોટ પોલીસને પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે. મૃતક રાજકુમાર જાટના પિતા દ્વારા CBI તપાસની માંગ સાથે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. સમગ્ર કેસમાં CCTV રિઝર્વ કરવા પણ હાઈકોર્ટે નિર્દેશ કર્યો છે. આ કેસની વધુ સુનાવણી આગામી 14 જુલાઈના રોજ  હાથ ધરાશે.

 

(10:23 PM IST)