તા. ૧૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૧૩ મંગળવાર
News of Tuesday, 24th June 2025
ખેડામાં નગરપાલિકાની મિલકત જપ્ત કરવામાં આવી
નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર ખુરશી વિહોણાઃનગરપાલિકાનીનું વર્ષ ૨૦૧૫-૧૬ નું ૧ કરોડથી વધુનું બિલ ન ચૂકવતા કોર્ટ દ્વારા પાલિકાનો સંપૂર્ણ સામાન જપ્તનો આદેશ કરવામાં આવ્યો

ખેડા,તા.૨૪
ખેડા નગરપાલિકાની મિલકત જપ્ત કરવામાં આવી છે. કોન્ટ્રાક્ટરને નાણા ન ચૂકવતા કોર્ટે મિલકત જપ્ત કરવાનો આદેશ કર્યો હતો. ખેડા નગરપાલિકાનીનું વર્ષ ૨૦૧૫-૧૬ નું ૧ કરોડથી વધુનું બિલ ન ચૂકવતા કોર્ટ દ્વારા પાલિકાનો સંપૂર્ણ સામાન જપ્તનો આદેશ કરવામાં આવ્યો હતો. કોન્ટ્રાકટરે પાલિકાનો તમામ સામાન જપ્ત કર્યો છે.
ખેડા નગરપાલિકા પાલિકાએ કોન્ટ્રાકટરને નાણાં નહિ ચૂકવતા કોર્ટે મિલકત જપ્તીના વોરંટ ઇસ્સુ કર્યા છે. એજન્સીએ ખેડા નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરને ટેબલ અને ખુરશી વિહોણા કરી નાખ્યા છે. ખેડા નગરપાલિકામાં કોર્ટ દ્વારા ૪૪લાખ ઉપરાંતના બે કામના ૧ કરોડ થી વધુ ના લહેણાં માટે મિલક્ત જપ્તી વોરન્ટ આપ્યું છે.
વર્ષ ૧૦૧૫/૧૬ મા બ્રહ્માણી કંટ્રક્શન દ્વારા પાલિકામાં પ્રોટેક્શન વોલના કામો કર્યા હતા. જે નાણાં પાલિકાએ ચૂકવ્યા ન હતા અને ખેડા ડિસ્ટ્રીક્ટ કોર્ટથી લઇ સુપ્રીમ કોર્ટમાં પણ ખેડા પાલિકાને કોઈ રાહત મળી નથી. બ્રહ્માણી કંટ્રક્શન નામની એજેન્સી ૩૦ માણસોની ટીમ લઇ ખેડા પાલિકામાં પહોંચી ચીફ ઓફિસરની રૃમનો તમામ સામાન કોન્ટ્રાકટરે ખાલી કરી ગાડીઓમાં ભર્યો છે.
ખેડા નગરપાલિકાના લગભગ વાહનો અને તમામ ફર્નિચર લઇ જવાનો એજેન્સીનો નિર્ધાર છે. ખેડા નગરપાલિકાના કર્મચારીઓ ચીફ ઓફિસર સહીત પ્રમુખ ગાયબ થઈ ગયા છે. પાલિકામાં કોઈ કર્મચારી કંઈ પણ કહેવા તૈયાર નથી. કોન્ટ્રાકટરે ગામના વિકાસ કામ માટેનો પીળો પંજો ત્નઝ્રમ્ પણ ઉઠાવી લીધું છે. નગરપાલિકા ઓમાં ચાલતા લોલમલોલ વહીવટમાં એક કરોડ રૃપિયા ક્યાં ખર્ચાયાએ પણ મોટો સવાલ છે.
(10:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
