News of Tuesday, 24th June 2025
સ્ટેટ હાઈવે 65 પરનો કામચલાઉ પુલ તૂટતા ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકાર અને તંત્રને જવાબદાર ગણાવ્યું
ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા દુનિયા ને ઉથલ પાથલ કરવાની વાતો કરે છે,આજે ત્રિપલ એન્જિનની સરકારના બધા દાવા ખોટા પડી રહ્યા છે : ચૈતર વસાવા

(ભરત શાહ દ્વારા )નર્મદા :રાજપીપળાથી ડેડીયાપાડા સાગબારા અને મહારાષ્ટ્રની જોડતો હાઇવે નંબર 65 પસાર થાય છે ત્યાં ભરૂચ જિલ્લાના મોવીના યાલ ગામ પાસે ગળનાળાનું બે વર્ષ પહેલા ટેમ્પરરી કામ કરેલ હતું અને એ હાલ એક જ વરસાદમાં તૂટી ગયેલ છે. જેના કારણે ડેડીયાપાડા અને સાગબારાથી રાજપીપળા જિલ્લા મથકોમાં જતા લોકોને વહીવટી કામોમાં ખૂબ જ તકલીફ પડી રહી છે. આ સિવાય પણ વિદ્યાર્થીઓ, કર્મચારીઓ અને ખેડૂતોને પણ તંત્રની આ ભૂલના કારણે ખૂબ જ તકલીફ પડી રહી છે. હકીકતમાં આ નાળુ ભરૂચમાં આવેલ છે, અને ભરૂચના સાંસદ મનસુખ વસાવા દુનિયા ને ઉથલ પાથલ કરવાની તાકાત છે એવી વાતો કરે છે,આજે ત્રિપલ એન્જિનની સરકારના બધા દાવા ખોટા પડી રહ્યા છે, ભાજપના સાંસદો અને ધારાસભ્ય ફક્ત મોટી મોટી વાતો કરે છે અને જનતાને મૂર્ખ બનાવી પોતાની વાહ વાહી મેળવી રહ્યા છે, પરંતુ જનતા હાલ ત્રાહિમામ પોકારી ઊઠી છે.
છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે, તેમ છતાં ગુજરાતનો વિકાસ થયો નથી અને BJP સરકાર વિકાસ ગુજરાત મોડેલના નામે આખા દેશમાં મોટી મોટી વાતો કરે છે પરંતુ હકીકત એ છે કે બે વર્ષ થી એક નાળું નથી બનતું.
(11:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
