<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th June 2025

નર્મદા જિલ્લામાં MVD એમ્બ્યુલન્સના પાંચ વર્ષ પુરા થતા કેક કાપી ઉજવણી કરવામાં આવી

 (ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લામાં ગુજરાત રાજ્ય સરકારના પશુપાલન વિભાગ તેમજ EMRI Green Health Services ના સંકલનથી ચાલતી મોબાઈલ વેટેરિનરી ડીસ્પેન્સરીના પાંચ વર્ષ પૂર્ણ થયાની ખુશીમાં રાજપીપળા ખાતે નર્મદા જિલ્લાના પશુપાલક નિયામક  ડો. રવિન્દ્ર વસાવાના હસ્તે કેક કાપી પાંચ વર્ષ પૂર્ણ થયાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી,
   જેમાં નર્મદા તાલુકાના પશુપાલન અધિકારી ડો. ઈરફાન નર્મદા જિલ્લાના પ્રોગ્રામ મેનેજર ડો. પંકજ મિશ્રા પ્રોજેક્ટ કો ઓરડીનેટર અજય ચૌધરી તથા તેમના સ્ટાફ હાજર રહ્યા હતા.
નર્મદા જિલ્લામાં ચાલતી મોબાઇલ વેટેરિનરી ડીસ્પેન્સરી અબોલ પશુ તેમજ પક્ષીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઇ છે. કોઈપણ ઈમરજન્સી ના સમયે 1962 નંબર પર કોલ કરવાથી દરેક પશુ તેમજ પક્ષીઓને ઘટના સ્થળે જ સારવાર મળી જાય છે.
 છેલ્લા પાંચ વર્ષમાં નર્મદા જિલ્લામાં નીચે મુજબના કરેલા કેસ :
મેડિકલ : 72646, મેડિકલ સપ્લાય : 93281, સર્જિકલ : 27865, ગાયનેકોલોજીકલ : 11733 તેમજ અન્ય : 1400 કેસ મળી કુલ. 206965 કેસ કર્યા છે.


 

(11:29 PM IST)