News of Wednesday, 25th June 2025
શૌચાલય પર સુરક્ષિત નહીં ! મોલમાં વોશરૂમ જતી મહિલાઓના ચોરીછૂપીથી વિડિઓ બનાવતો વિકૃત મગજનો યુવકનો ઝડપાયો
સુરતના ધામદોડ નજીક પસાર થતા નેશનલ હાઇવે 48ને અડીને આવેલ ટીગ મોન નામના ચોકલેટ મોલના કર્મચારી તુષાર પરમારને રંગેહાથ ઝડપી મેથીપાક ચખાડી પોલીસ હવાલે કરાયો

સુરત જિલ્લામાં ખૂબ જ ચોંકાવી દે તેવો કિસ્સો સામે આવ્યો છે. એક એવો શખ્સ ઝડપાયો જે વોશરૂમમાં જતી મહિલાઓના વીડિયો બનાવતો હતો. જાહેર શૌચાલય કે ખાનગી પબ્લિક શૌચાલયનો ઉપયોગ કરતાં પહેલા ચેતી જજો અને ચારેય ખૂણામાં એકવાર નજર કરી લેજો ક્યાંક છુપાઈને તમારો વીડિયો તો નથી ઉતરી રહ્યો ને...?
આ ચિંતા કરવી એટલા માટે જરૂરી બની ગઈ છે કારણ કે સુરત જિલ્લામાં વોશરૂમ આવતી જતી મહિલાઓનો વિડિયો બનાવી વિકૃત મજા લેતો શખ્સ પોલીસના હાથે લાગ્યો છે, સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ધામડોદ ગામની સીમમાં પસાર થતા નેશનલ હાઈવે 48 ને અડીને એક ટીગમોન નામનો ચોકલેટ મોલ આવેલો છે. આ બ્રાન્ડેડ અને મોંઘીદાટ ચોકલેટ ખરીદવા લોકોની ખાસ્સી અવર જવર રહેતી હોય છે. મોલ દ્વારા પબ્લિક સર્વિસ માટે શૌચાલય બનાવવામાં આવ્યા છે. જેનો ઉપયોગ ગ્રાહકો કરતા હોય છે.
છેલ્લા કેટલાક દિવસોથી મોલનો તુષાર પરમાર નામનો કર્મચારી મહિલાઓ જ્યારે વોશરૂમ જાય ત્યારે છુપાઈને પાછળ પાછળ જતો હતો અને અન્ય વોશરૂમમાં પ્રવેશી બે વોશરૂમ વચ્ચેના છતના ગેપમાંથી વીડિયો બનાવતો હતો. અને વિકૃત આનંદ લેતો હતો. ત્યારે બે દિવસ અગાઉ પરિવાર સાથે ચોકલેટ ખરીદવા આવેલી એક યુવતી વોશરૂમમાં ગઈ. યુવતીનો પીછો કરી તુષાર ફરી બાજુના વોશરૂમમાં ઘુસી ગયો, પરતું તુષારના પાપનો ઘડો ભરાઈ ગયો હતો તુષારે વિડિયો ચાલુ કરતા જ યુવતીને ભણક આવી ગઈ અને બહાર નીકળી તુષારને રંગે હાથ ઝડપી લીધો, પછી પોતાના પરિવારને જાણ કરી બરોબર મેથીપાક ચખાડ્યો.
સમગ્ર ઘટનાની જાણ કોસંબા પોલીસને કરાઈ, સ્થળ પર દોડી ગયેલ કોસંબા પોલીસે પૂછતાછ કરતા આ શખ્સ છેલ્લા બે વર્ષથી આ મોલમાં નોકરી કરતો હોવાનું ખૂલ્યું અને અત્યાર સુધીમાં સાત વીડિયો બનાવ્યા હોવાનું ખૂલ્યું હતું. લેડીઝ ગ્રાહકોના વીડિયો બનાવવા બદલ પોલીસે ધરપકડ કરી હતી. ત્યારે સુરત જિલ્લામાંથી સામે આવેલા ચોંકાવનારા કિસ્સાથી સૌ કોઈમાં ખળભળાટ મચી ગયો છે. કરોડો રૂપિયાના મોલ,હોટેલ શરૂ કરનાર સંચાલકો પોતાના સ્ટાફની ઉપર પણ નજર રાખે તે ખૂબ જ જરૂરી બની ગયું છે.
(7:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
