તા. ૧૦ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૧૩ ગુરૂવાર
News of Wednesday, 25th June 2025
અમદાવાદમાં ભારે વરસાદથી પૂર્વના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા : નારોલ-નરોડા હાઇવે પર ચાર કિલોમીટરનો ટ્રાફિકજામ
સાંજે ઉસ્માનપુરમાં સવા ત્રણ ઇંચ અને મણિનગરમાં બે કલાકમાં 3 ઇંચ ખાબક્યો : નિકોલમાં પોણા ત્રણ ઇંચ, રામોલમાં સવા બે ઇંચ, કઠવાડામાં બે ઇંચ ઓઢવમાં દોઢ ઇંચ >

અમદાવાદ :આજે સાંજે અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે. વસ્ત્રાપુર, થલતેજ, SG હાઇવે સહિતના અનેક વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે. અમદાવાદ શહેરમાં પવન સાથે વરસાદ વરસ્યો છે. અમદાવાદ શહેરમાં વાદળછાયા વાતાવરણ બાદ વરસાદથી ઠંડક પ્રસરી છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદ શહેરમાં બપોર બાદ સાંજે વરસાદ શરૂ થયો છે, અમદાવાદમાં એસજી હાઈવે વિસ્તારમાં વરસાદ વરસવાનું શરૂ થયો છે. પ્રહલાદનગર, ઈસ્કોન ચાર રસ્તા સહિતના અનેક વિસ્તારોમાં વરસાદની શરુઆત થઈ છે. અમદાવાદ શહેરના સેટેલાઈટ અને આનંદનગર રોડ વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે. અમદાવાદ પૂર્વના વિસ્તારોમાં પણ વરસાદની શરુઆત થઈ ગઈ છે. અમદાવાદ શહેરમાં અસહ્ય ગરમી બાદ વરસાદની એન્ટ્રી થઈ છે. વરસાદના કારણે લોકોને ગરમીથી રાહત મળી છે. અમદાવાદ શહેરમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. અમદાવાદના એસ.જી. હાઇવે, વેજલપુર, ઇસ્કોન, સેટેલાઇટ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. અમદાવાદ શહેરમાં બપોર બાદ વરસાદના આગમનના કારણે ટ્રાફિકજામ જોવા મળી રહ્યો છે. અનેક રસ્તાઓ પર લાંબી વાહનોની કતારો જોવા મળી રહી છે. અમદાવાદના નરોડા, નિકોલ, ઓઢવ, બાપુનગર, ઠક્કરનગર સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે.
અમદાવાદમાં ભારે વરસાદને પગલે પૂર્વમાં અનેક જગ્યાઓ પર પાણી ભરાયા છે. નારોલ-નરોડા હાઇવે પર ચાર કિલોમીટરનો ટ્રાફિકજામ સર્જાયો હતો. વરસાદને પગલે અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હતા. મીઠાખળી અન્ડર પાસ બંધ કરાયો છે. મણિનગરમાં 6 થી 8 દરમિયાન ૩ ઇંચ વરસાદ ખાબક્યો છે. ઓઢવમાં 8 થી 9 દરમિયાન દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે. નિકોલ વોર્ડમાં ત્રણ કલાકમાં પોણ ત્રણ ઇંચ વરસાદ, રામોલ વોર્ડમાં ત્રણ કલાકમાં સવા બે ઇંચ વરસાદ, કઠવાડામાં ત્રણ કલાકમાં બે ઇંચ વરસાદ, ઉસ્માનપુરા વોર્ડમાં ત્રણ કલાકમાં સવા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે.
(10:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
