<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th June 2025

અમદાવાદની રથયાત્રા સામાજિક એકતાનું પ્રતીકઃ થ્રી ડી મેલિંગના ગ્રાફિકસના આધારે બંદોબસ્‍ત

અમદાવાદ, તા.૨૬: અમદાવાદ પોલીસ દ્વારા રથયાત્રા પૂર્વે સોશિયલ પોલિસીંગ થકી તમામ સમુદાયો વચ્‍ચે ભાઈચારો ઘનિષ્ઠ બને તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્‍યા હતા.જેમાં અલગ અલગ સમુદાય વચ્‍ચે ક્રિકેટ ટુર્નામેન્‍ટ સહિતની રમતો રમાડવામાં આવી હતી આ ઉપરાંત મહિલા પોલીસ અધિકારીઓ દ્વારા અલગ અલગ સમુદાયની મહિલાઓ સાથે બેઠક યોજીને શાંતિપૂર્ણ માહોલ માટે મહિલાઓનો સહયોગ પણ મેળવવાનો પ્રયાસ કરાયો છે.

રથયાત્રામાં વિશેષ સુરક્ષા વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી છે જે અંગે ગળહ રાજ્‍યમંત્રીએ જણાવ્‍યું હતું કે રથયાત્રાના સમગ્ર રૂટનું પ્રથમ ૩D મેપિંગ કરવામાં આવ્‍યું જેના ગ્રાફિક્‍સના આધારે પોલીસ બંદોબસ્‍ત ગોઠવવામાં આવ્‍યો છે જેમાં ૩૫૦૦ સી.સી.ટી.વી.કેમેરા, ૨૮૭૨ બોડી વોર્મ કેમેરા,૨૪૦ ટેરેસ પોઇન્‍ટ,૨૫ વોચ ટાવર અને ૨૩,૮૪૪ જેટલા પોલીસ જવાનો અમદાવાદની રથયાત્રા માટે ગોઠવવામાં આવ્‍યા છે.

(3:49 PM IST)