<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th June 2025

રાજયના 206 જળાશયોમાં 44.51% જળસંગ્રહ: નર્મદા ડેમ 49.38 ટકા ભરાયો : કુલ 3,659 લોકોનું સ્થળાંતર: અનેક ગામો સંપર્ક વિહોણા

,16 જળાશયો હાઈએલર્ટ : રાજ્યમાં કુલ 652 અસરગ્રસ્તોનું રેસ્ક્યૂ કરાયું :બચાવકાર્ય માટે NDRFની 13 અને SDRF 20 ટુકડી તૈનાત: માછીમારોને 26 થી 29 જૂન સુધી દરિયો નહીં ખેડવાની સૂચના

અમદાવાદ : રાજ્યમાં અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં સારો વરસાદ વર્ષો છે અને હજી પણ અનેક જિલ્લાઓમાં વરસાદ ચાલુ છે. હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યમાં અનેક જિલ્લા અને તાલુકામાં મેઘ મહેર થઇ છે.

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ ગઇ છે. હવામાન વિભાગની આગાહીને પગલે ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ ખાબક્યો છે. ત્યારે ભારે વરસાદને પગલે ગુજરાતના 206 જળાશયોમાં 44.51 ટકા જળસંગ્રહ થયો છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં 49.38 ટકા જળસંગ્રહ થયો છે. રાજ્યના વિવિધ જિલ્લામાં 3 હજાર 659 અસરગ્રસ્તોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.  રાજ્યમાં કુલ 652 અસરગ્રસ્તોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. બચાવકાર્ય માટે NDRFની 13 અને SDRF 20 ટુકડી તૈનાત કરવામાં આવી છે. અનેક જગ્યાઓએ રસ્તા થયા બંધ, અનેક જગ્યાએ વીજપુરવઠો ખોવાયો છે. માછીમારોને 26 થી 29 જૂન સુધી દરિયો નહીં ખેડવાની સૂચના આપવામાં આવી છે. 

નર્મદા ડેમમાં 49.38 ટકા જળસંગ્રહ ,206 જળાશયોમાં 44.51 ટકા જળસંગ્રહ,12 જળાશયોમાં 100 ટકા જળસંગ્રહ,32 જળાશયોમાં 70 થી 100 ટકા જળસંગ્રહ,27 જળાશયોમાં 50 થી 70 ટકા જળસંગ્રહ,59 જળાશયોમ 25  થી 50 ટકા જળસંગ્રહ ,76 જળાશયોમાં 25 ટકા કરતા ઓછો જળસંગ્રહ ,16 જળાશયો હાઈએલર્ટ, 16 જળાશયો એલર્ટ, 12 જળાશયોને આપવામાં આવી ચેતવણી અપાઈ છે 

  

ગુજરાતમાં બરોબરનું ચોમાસુ જામ્યું છે. સૌરાષ્ટ્ર સહિત ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં મેઘો મુશળધાર વરસી રહ્યો છે. ત્યારે 26 જૂનના રોજ રાજ્યમાં સવારના 6થી સાંજના 4 વાગ્યા સુધીમાં 144 તાલુકામાં વરસાદ નોંધાયો છે. 43 તાલુકામાં 1 ઇંચથી 5 ઇંચ સુધી વરસાદ વરસ્યો છે. મળી વિગતો મુજબ, સૌથી વધુ જૂનાગઢના માળિયા હાટીનામાં 5.16 ઇંચ વરસાદ નોંધાયો છે. સુરતના મહુવામાં 4.76 ઇંચ, વિસાવદરમાં 4.65 ઇંચ વરસાદ, ખેરગામમાં 4.17  ઇંચ, ચિખલીમાં 4.02 ઇંચ વરસાદ, તલાલામાં 3.9 ઇંચ, બારડોલીમાં 3.46 ઇંચ વરસાદ, રાણાવાવ અને કામરેજમાં 3.03 ઇંચ વરસાદ નોંધાયો છે. આ વર્ષે ગુજરાતમાં સારો વરસાદ વરસતા ખેડૂતો ખૂશ ખૂશાલ જોવા મળી રહ્યા છે

બોટાદમાં 117, અમરેલીમાં 80,ભાવનગરમાં  2 હજાર 308,સુરેન્દ્રનગરમાં 134, તાપીમાં 02,નર્મદામાં 79, સુરતમાં 266,પંચમહાલમાં 500, વડોદરામાં 173 લોકોનું સ્થળાંતર કરાયું છે 

 બોટાદમાં 24, ભાવનગરમાં 128,અમરેલીમાં 69, ગાંધીનગરમાં 07 ,દાહોદમાં 04, સુરતમાં 420 લોકોનું રેસ્ક્યુ કરાયું છે 

વીજ પુરવઠાની સ્થિતિ જોઈએ તો 3 ગામમાં વીજ પૂરવઠો હજી ઠપ્પ છે  928 વીજ થાંભલાને નુકસાન થયું છે  59 વીજ ટ્રાન્સફોર્મરને નુકસાન થયું છે 

2 સ્ટેટ હાઈવે બંધ છે 9 અન્ય હાઈવે બંધ છે જયારે 199 પંચાયતના રસ્તા બંધ છે

(7:03 PM IST)