તા. ૨૯ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર વદ – ૧૪ રવિવાર
News of Thursday, 26th June 2025
રાજપીપળામાં એન્ટી-ડ્રગ ડે નિમિત્તે તંત્ર દ્વારા જાગૃતિ લાવવા પ્રયાસ કરાયો

( ભરત શાહ દ્વારા ) નર્મદા : 26 જૂનનો દિવસ ઇન્ટરનેશનલ એન્ટી-ડ્રગ ડે તરીકે આખા વિશ્વમાં ઉજવવામાં આવે છે. હાલના સમયમાં આખા વિશ્વમાં અને ભારતમાં પણ ડ્રગ્ઝની બદી ખુબ વધી ગઇ છે ત્યારે અત્યારનાં યુવાનો આ બદીથી અવગત થાય અને તેનાથી દુર રહે તે અત્યંત જરૂરી છે.
આ માટે ની સજાગતા કેળવવા નર્મદા પોલીસ દ્વારા રાજપીપળા મહિલા પોલીસ સ્ટેશનના સ્ટાફે રાજપીપળા એસટી ડેપો અને આસપાસ ના વિસ્તાર માં જાગૃતિ આપતા પેમ્પલેટ, કાપડની થેલી અને વાહનો પર સ્ટીકર લગાવી લોકોમાં જાગૃતિ લાવવા પ્રયાસ કર્યો, તેમજ જિલ્લા કલેકટર ના માર્ગદર્શન હેઠળ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી આર.આર.દેસાઈના સહયોગથી તેમની ટીમે રાજપીપળા એસટી ડેપોમાં સિગ્નેચર કેમ્પેઈન સાથે શપથ લેવડાવવાનો કાર્યક્રમ યોજ્યો હતો
(10:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
