તા. ૨૯ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર વદ – ૧૪ રવિવાર
દિલ્હીમાં ગાઢ ધુમ્મસ રહેશે, કાશ્મીરમાં જનજીવન સામાન્ય થઇ રહ્યું છે :જાણો અન્ય રાજ્યોની સ્થિતિ હવામાન અપડેટ : કાશ્મીરમાં મોસમની સૌથી ભારે હિમવર્ષાના એક દિવસ પછી રવિવારથી જનજીવન શરૂ : ફ્લાઈટ કામગીરી ફરી શરૂ અને ઘણા રસ્તાઓ ટ્રાફિક માટે સાફ કરી દેવાયો :પંજાબ અને હરિયાણામાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઓછું નોંધાયું હિમાચલ પ્રદેશના ઉચ્ચ વિસ્તારોમાં હિમવર્ષા12:04 AM IST
ઓડિશામાં 40 યાત્રાળુઓને લઈ જતી બસ પલટી: 4 લોકોના મોત :28 લોકો ઘાયલ :એક સગીરના હાથ અને પગ કપાયા : ઓડિશાના કોરાપુટ જિલ્લામાં માર્ગ અકસ્માતમાં ચાર લોકોના મોત :28 લોકો ઘાયલ :સુકનાલ ખીણમાં બસ પલટી ગઈ : મુખ્યમંત્રીએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું અને મૃતકોના આશ્રિતોને 2-2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી10:57 PM IST
મૌલાના મુફ્તી શહાબુદ્દીન રઝવી બરેલવીનો નવા વર્ષને લઈને ફતવો:મુસ્લિમ છોકરા-છોકરીઓને ઉજવણી ન કરવાની અપીલ : ઓલ ઈન્ડિયા મુસ્લિમ જમાતના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના મુફ્તી શહાબુદ્દીન રઝવી બરેલવીએ મુસ્લિમો માટે ફતવો બહાર પાડ્યો:કહ્યું કે યુવક-યુવતીઓએ નવા વર્ષની ઉજવણી કરવાનું ટાળવું જોઈએ. કારણ કે નવા વર્ષની ઉજવણી ઇસ્લામમાં ગેરકાનૂની છે10:35 PM IST
બિહારમાં BPSC વિરુદ્ધ વિદ્યાર્થીઓના વિરોધમાં હવે પ્રશાંત કિશોરની એન્ટ્રી :સીએમ આવાસ સુધી કૂચ : પ્રશાંત કિશોર ઉમેદવારો સાથે ગાંધી મેદાનથી મુખ્ય પ્રધાન આવાસ સુધી કૂચમાં જોડાયા : પોલીસે રસ્તા પર બેરિકેડ્સ લગાવી દીધા :સ્થિતિને અંકુશમાં લેવા માટે પોલીસ પ્રશાસન દ્વારા બળપ્રયોગ સાથે લાઠીચાર્જ કર્યો9:47 PM IST
ડૉ. મનમોહન સિંહનું સ્મારક રાજઘાટમાં બનાવવું જોઈએ:નવજોત સિંહ સિદ્ધુએ રાષ્ટ્રપતિને લખ્યો પત્ર : પંજાબના પૂર્વ મંત્રી નવજોત સિંહ સિદ્ધુએ રાષ્ટ્રપતિને પત્ર લખીને રાજઘાટ પર પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનું સ્મારક બનાવવાની માંગ કરી: તેમણે કહ્યું કે તે માત્ર સ્મારક વિશે નથી; તે આપણા લોકશાહીના ઐતિહાસિક ધોરણો અને ગૌરવને જાળવવા વિશે છે6:22 PM IST
ભારે હિમવર્ષાના પગલે ઠંડીએ રેકોર્ડ તોડ્યાઃ કાશ્મીર-કેદારનાથના પર્વત પર બરફની ચાદર : હિમાચલના રોહતાંગમાં પાંચ ફૂટ બરફ વર્ષા, અટલ ટનલ નજીક અને ચિત્કુલમાં ૩ ફૂટ બરફ પડયોઃ ઉત્તરખંડમાં બદ્રીનાથ, કેદારનાથ અને ચમોલી-કુંડ હાઇવે બંધ કરવા પડયાઃ શ્રીનગર અને મનાલીમાં ફસાયેલા પ્રવસીઓને સુરક્ષીત જગ્યાએ લઇ જવામાં આવ્યા 1:14 PM IST
બાંગ્લાદેશીઓને ભારતીય બનાવતો હતો ભારતીય ,પછી વિદેશ મોકલતો હતો : 5 લાખ ફી લેતો હતો :માસ્ટર માઈન્ડની ધરપકડ : પશ્ચિમ બંગાળ પોલીસે નકલી પાસપોર્ટ બનાવી બાંગ્લાદેશી નાગરિકોને વિદેશ મોકલનાર માસ્ટરમાઇન્ડ મનોજ ગુપ્તાની ધરપકડ કરી: 5 લાખ લઈને નકલી પાસપોર્ટ બનાવતો: બાંગ્લાદેશીને આધાર કાર્ડ, પાન કાર્ડ અને મતદાર કાર્ડ જેવા ભારતીય દસ્તાવેજો મેળવવાની પણ વ્યવસ્થા કરી હતી: જાણો પોલીસે તેને કેવી રીતે પકડ્યો?5:54 PM IST
આગામી ત્રણ દાયકામાં માનવજાતનો સફાયો કરી નાખશે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ...', AIના ગોડફાધર હિંટનની દુનિયાને ચેતવણી : નોબેલ પુરસ્કાર વિજેતા જેફ્રી હિંટન કહે છે AI ના વિકાસની ગતિ મારી ધારણા કરતા વધુ ઝડપી છે, માત્ર નફાના ઉદ્દેશયથી ચાલતી મોટી કંપનીઓ પર નિર્ભર રહેવાથી AI નો સુરક્ષિત વિકાસ સુનિશ્ચિત થશે નહીં 4:07 PM IST
પરભણીમાં હૃદયદ્રાવક ઘટના :ત્રીજી પુત્રીને જન્મ આપનાર પત્નીએ પેટ્રોલ છાંટી જીવતી સળગાવી : પતિએ પત્ની પર પેટ્રોલ છાંટીને દીવાસળી ચાંપીને તેને જીવતી સળગાવી: પત્ની પોતાનો જીવ બચાવવા માટે ઘરની બહાર દોડી :એક વ્યક્તિ ચાદર લઈને તેને બચાવવા માટે આગળ આવ્યો જો કે ત્યાં સુધીમાં કુંડલિકની પત્નીનું અડધુ શરીર સળગી ગયું9:09 PM IST
મનાલીમાં હિમવર્ષાએ તબાહી મચાવી: સેંકડો પ્રવાસીઓ ટ્રાફિક જામમાં અટવાયા: આખી રાત ભૂખ્યા અને તરસ્યા રહેવું પડ્યું : બપોરે 2 વાગ્યાથી શરૂ થયેલો જામ આખી રાત ચાલુ રહ્યો: જેના કારણે પ્રવાસીઓ અને વાહનચાલકો ભૂખ્યા અને તરસ્યા વાહનોમાં ફસાયા: વહીવટીતંત્રે બચાવ કામગીરી શરૂ કરી હિમવર્ષાના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો 12:23 AM IST
જમ્મુ-કાશ્મીરમાં પ્રથમ કેબલ બ્રિજનું સફળ પરીક્ષણ : રેલવે મંત્રીએ શેર કર્યો વીડિયો : ભારતીય રેલ્વેએ જમ્મુ અને કાશ્મીરના અંજી સેક્શન પર બનેલા પ્રથમ કેબલ સ્ટે બ્રિજનું લો ટેસ્ટ કર્યું :32 રેક ગુડ્સ ટ્રેનો અને 57 ડમ્પર લોડ કરીને આ બ્રિજની મજબૂતાઈનું પરીક્ષણ કરાયું હતું :પુલની લંબાઈ 473.25 મીટર અને પહોળાઈ 15 મીટર છે12:31 AM IST
કાશ્મીરમાં મૌસમની સૌથી ભારે હિમવર્ષા :હવાઈ, રેલ અને માર્ગ વ્યવહારને અસર : વીજળી અને પાણી પુરવઠો ઠપ્પ : ઉત્તરાખંડ હિમવર્ષા અને વચ્ચે-વચ્ચે પડતા વરસાદને કારણે થરથરી ગયું: યુપીમાં કડકડતી ઠંડી વચ્ચે વરસાદની એન્ટ્રીએ હવામાનને બગાડ્યું: 14 જિલ્લામાં વરસાદ વરસ્યો : 4 જિલ્લામાં શાળાઓમાં રજા જાહેર કરવી પડી 12:41 AM IST
અકિલા સોશ્યિલ મીડિયારબારી સામાજનો કુરિવાજ નાબુદી માટે ઐતિહાસિક નિર્ણય : લગ્નમાં મોબાઈલ સ્ટેટસ, ડીજે અને પાર્ટી પ્લોટ પર પ્રતિબંધ : રબારી સમાજ કુરિવાજો સુધારણા પરિષદ દ્વારા સોલા ખાતે એક મહાસંમેલન યોજાયું હતું જેમાં આર્થિક ખર્ચને નિયંત્રિત કરવા માટે લગ્ન પ્રસંગે 5થી 7 તોલા જ સોનું આપવું, લાઈવ ગીત. બેન્ડ, DJ પાર્ટી ન રાખવા તેમજ પ્રસંગોમાં સ્ટેટ્સ મુકવાની પ્રથા બંધ કરવાનો નિર્ણય લેવાયો11:44 PM IST
મેન ઈઝ નોટ ATM...એકતરફી કાયદો હટાવો '' બેનરો સાથે સુરત અને રાજકોટમાં પત્ની પીડિત પુરુષોનું વિરોધ પ્રદર્શન : પત્ની પીડિત પુરુષોની માગ છે કે, 'પુરુષો માટે એક કમિશનની રચના કરવામાં આવે અને છૂટાછેડાના કેસમાં ઘણી વખત મહિલાઓ કોર્ટમાં ખોટા કેસ કરે છે, ન્યાયપ્રક્રિયામાં મહિલાઓને સજા કરવાની કોઈ જોગવાઈ નથી?' 6:33 PM IST
ગુજરાત કેડરના પૂર્વ આઇપીએસ અધિકારી કિશોર કુણાલએ 74 વર્ષની વયે પટણામાં અંતિમ શ્વાસ લીધા : પૂર્વ IPS આચાર્ય કિશોર કુણાલનું રવિવારે સવારે કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થયું હતું: ગુજરાત કેડરના IPS હતા : રામ મંદિર માટે પણ કર્યું હતું ભગીરથ કાર્ય: નાયબ મુખ્યમંત્રીએ કહ્યું- સમાજને ન પુરી શકાય તેવી ખોટ પડી11:34 AM IST
અમદાવાદમાં પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઇને હોટેલના માલિક માટે ગાર્ડલાઇન જાહેર : મીટિંગમાં હોટેલ સીસીટીવી કેમેરાથી સજ્જ રાખવી, સીસીટીવીના મોનિટરિંગ માટે અલગ રૂમ રાખવા અને ત્યાં એક કર્મચારીને રાખવો, હોટેલના તમામ સ્ટાફનું પોલીસ વેરિફિકેશન ફરજિયાતઃ અમદાવાદ પોલીસે દ્વારા હોટલ માલિક, સંચાલક, મેનેજર, સિક્યોરિટી ઓફિસરોને કડક સૂચનાઓ11:58 AM IST
ગવરીદળમાં આફ્રિકન છાત્રો અને ગ્રામજનો વચ્ચેની બબાલમાં પોલીસ તપાસમાં સત્ય સામે આવ્યું: કાર પર અભદ્ર લખાણ આફ્રિકન વિદ્યાર્થીઓએ નહિ પણ એક સ્થાનિક ગ્રામજને લખ્યું હતું: પોલીસે શરૂ કરી તપાસ. : જુઓ વિડિઓ : આફ્રિકન છાત્ર બે બહેનો સાથે દવા લેવા આવ્યો ત્યારે તેના બાઇક સામે રવિ નામના વ્યક્તિની કાર આવી જતાં બબાલ થઈ હતી: છાત્રો સામે મુદ્દો ઉભો કરવા કારમાં કોઈએ લખાણ કરી નાખ્યું હતું7:06 PM IST
શારીરિક મર્યાદાઓને મ્હાત આપનાર રાજકોટના તેજસ્વી યુવાન સ્મિત ચાંગેલાની પ્રેરણાદાયી સફર : 'નોઝ ટિપ'થી ટાઈપિંગ કરી મેળવ્યો ગોલ્ડ મેડલ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પાઠવવામાં આવ્યા પ્રશંસનીય અભિનંદન : હાથ-પગ અશક્ત હોવા છતાં ધોરણ-૧૦ અને ૧૨માં ડંકો વગાડનાર સ્મિતને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તરફથી મળ્યો પ્રોત્સાહન પત્ર : કલેક્ટર બની દિવ્યાંગોની સેવા કરવાનું છે અડગ લક્ષ્ય9:44 PM IST
રાજકોટ શહેર-જીલ્લામાં ૧૦ જાન્યુઆરીથી વસ્તી ગણતરીનો બીજો તબક્કો : ૧૭ ચાર્જ ઓફીસરો, ર૯૦ર ગણતરીદારો અને ૪૮૬ સૂપરવાઈઝરોના ગણતરી કામ માટે નીકળેલા ઓર્ડરો : ૧૧ તાલુકા મામલતદાર અને ૬ ચીફ ઓફીસરને જવાબદારી કુલ ૩૪૯૯ બ્લોક તૈયાર કરાયા : ૧૦ થી ર૪ જાન્યુઆરી સ્વગણતરીઃ રપ જાન્યુઆરીથી ર૮ ફેબ્રુઆરી સુધી ઘરે-ઘરે જઇને વસ્તી ગણતરી હાથ ધરાશે2:53 PM IST
પવિત્ર ધનુર્માસ-રવિવારે સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને રંગબેરંગી સેવંતીના ફુલોનો શણગાર : રવિવારના દિવસે અંદાજે 70 હજાર ભક્તોએ દાદાને દર્શનનો તેમજ 50 હજાર ભક્તોએ મહાપ્રસાદ લાભ લીધો : પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાનું દિવ્ય રાજોપચાર પૂજનનું આયોજન કરાયું9:13 PM IST
ઓમાનના ભયાનક દરિયામાં દેવભૂમિ દ્વારકાના સલાયા બંદરના માલવાહક જહાજ પર અજાણ્યા હુમલાખોરો દ્વારા સણસણતો કાળમુખો હુમલો કરવામાં આવ્યો, જેમાં જહાજ પર સવાર ૧ નિર્દોષ ભારતીય ખલાસીનું સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યું છે જ્યારે અન્ય ૧૩ ખલાસીઓનો દિલધડક રીતે ચમત્કારી બચાવ થતાં સમગ્ર ગુજરાત અને ખલાસી આલમમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ઉછળતા દરિયાના મોજાં વચ્ચે કાળમુખા હુમલાથી જહાજ પર સવાર ખલાસીઓમાં ભારે નાસભાગ અને અફડાતફડી: ૧ સાથીનું નજર સામે જ કરૂણ મોત થતાં અને ૧૩ જણા મોતના મુખમાંથી ઉગરી જતાં પીડિત પરિવારોના છાતીના પાટિયા બેસી ગયા5:53 PM IST
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા કાળમુખા અને રક્તરંજિત મહાયુદ્ધે અત્યંત ભયાનક રૂપ ધારણ કરી લીધું છે: અચાનક થયેલા આકાશમાંથી કાળમુખા મિસાઈલ ઝીંકવાના અને બોમ્બમારાના ખૌફનાક તાંડવમાં પૂરા ૩૧ લોકોના સ્થળ પર જ દર્દનાક મોત નિપજતાં અને અનેક લોકો લોહીલુહાણ થતાં સમગ્ર વૈશ્વિક સમુદાયમાં મચી ગઈ ભયાનક સનસનાટી : રહેણાંક વિસ્તારો અને ઈમારતો પર કાળ બનીને તૂટી પડી રશિયન મિસાઈલો: ચારેય બાજુ માનવ અંગોના વિખરાયેલા લોહીલુહાણ દ્રશ્યો જોઈને વિશ્વના મહાસત્તા નેતાઓના છાતીના પાટિયા બેસી ગયા5:52 PM IST
નેપાળ દેશમાં કુદરત જાણે રૂઠી હોય તેમ માત્ર અઢી મહિના જેટલા ટૂંકા સમયગાળામાં ત્રીજી મોટી અને કાળમુખી તબાહી મચી છે: ક્રક ગામ નજીક વિશાળ પર્વતનો મોટો હિસ્સો અચાનક કડડભૂસ થઈને ધરાશાયી થતાં પ્રચંડ ભૂસ્ખલન થતાં સમગ્ર એશિયા અને પડોશી દેશોમાં મચી ગઈ ભયાનક સનસનાટી : પર્વત પરથી લાખો ટન કાટમાળ અને માટીના તોતિંગ થર ઘરો પર તૂટી પડતાં સર્જાયું કાળમુખું તાંડવ: ભયાનક અવાજો સાથે ધરતી ધ્રૂજી ઉઠતાં હિમાલયી ક્ષેત્રના ગ્રામજનોના છાતીના પાટિયા બેસી ગયા5:51 PM IST
વૈજ્ઞાનિક અને તબીબી જગતમાંથી કેન્સર સામેના જંગને કાયમ માટે પલટી નાખતો અત્યાર સુધીનો સૌથી મોટો ધડાકો: તેજસ્વી વૈજ્ઞાનિકોએ કેન્સરના જીવલેણ રોગ સામે અકસીર સાબિત થાય તેવી અત્યાધુનિક નેનોપાર્ટિક્લ્સ યુક્ત 'વ્યક્તિગત કેન્સર વેક્સિન' વિકસાવીને મેડિકલ ક્ષેત્રમાં ક્રાંતિ સર્જી દીધી છે, જેના કારણે ફાર્મા અને હેલ્થ સેક્ટરમાં મચી ગઈ ભયાનક સનસનાટી : દરેક દર્દીના ડીએનએ અને ગાંઠના આધારે તૈયાર થતી આ જાદુઈ વેક્સિન કેન્સરના કોષોને મૂળમાંથી ખતમ કરી દેશે: આ ક્રાંતિકારી શોધોથી ફાર્મા જાયન્ટ્સ અને ખતરનાક રોગોના છાતીના પાટિયા બેસી ગયા5:50 PM IST
આપણા સૂર્યમંડળની સીમાઓથી હજારો પ્રકાશવર્ષ દૂર આવેલા એક વિચિત્ર અને રહસ્યમય એક્સોપ્લેનેટ એટલે કે 'ટીઓઆઈ-૧૪૫૨ બી' પર વૈજ્ઞાનિકોના અત્યાધુનિક સંશોધનો દ્વારા પ્રવાહી સ્વરૂપમાં પાણી હોવાના ચોંકાવનારા અને અદ્ભુત પુરાવા મળી આવ્યા : પૃથ્વી સિવાય અન્ય કોઈ દુનિયા પર જીવનની શક્યતાઓને ઉજાગર કરતી આ ક્રાંતિકારી શોધ: અંતરિક્ષની આ મહાસાંકેતિક સચ્ચાઈ સામે આવતા જ ખગોળશાસ્ત્રીઓ અને વૈજ્ઞાનિકોના છાતીના પાટિયા બેસી ગયા5:53 PM IST
અમેરિકા અને મધ્ય પૂર્વના યુદ્ધગ્રસ્ત રાજકારણમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો ધડાકો: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સાથી દેશ ઈઝરાયલને અત્યાર સુધીનો સૌથી કાળમુખો આંચકો આપતાં દર વર્ષે આપવામાં આવતી ૪ અબજ ડૉલરની વાર્ષિક લશ્કરી મદદ કાયમ માટે બંધ કરવાનું સણસણાટ એલાન કરી દેતાં સમગ્ર આંતરરાષ્ટ્રીય જગતમાં મચી ગઈ ભયાનક સનસનાટી : મધ્ય પૂર્વના રણમેદાનમાં ચાલી રહેલા ભયાનક યુદ્ધ વચ્ચે અમેરિકાના આ આક્રમક નિર્ણાયક પ્રહારથી ઈઝરાયલના સંરક્ષણ મંત્રાલય અને વૈશ્વિક નેતાઓના છાતીના પાટિયા બેસી ગયા5:52 PM IST
બ્રાઝિલની એક વૃદ્ધ મહિલા યુનિસ દા સિલ્વેરા ૧૧૧ વર્ષની છે : યુનિસના મોટા પરિવારમાં હાલમાં ૧૯૯ સભ્યોઃ પરદાદીના ૫૦ પૌત્રો, ૮૮ પ્રપૌત્રો અને તેમના ૫૨ બાળકોઃ તેણી ક્યારેય બીમાર પડી નથી કે કોઈ દવા લીધી નથી : ૧૯૧૫માં જન્મેલી બ્રાઝિલની યુનિસ દા સિલ્વેરા ૧૧૧ વર્ષના ઇતિહાસની સાક્ષી છેઃ લાંબા આયુષ્યનું રહસ્ય તેમના આહારમાં રહેલું છે10:34 AM IST
અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આકાશમાં ઉડી રહેલું એક હાઇ-પ્રોફાઇલ બિઝનેસ જેટ વિમાન અચાનક જ બેકાબૂ બનીને પ્રચંડ વિસ્ફોટ સાથે આગનો ગોળો બનીને ધરાશાયી થઈ ગયું,જેમાં સવાર તમામ ૯ વ્યક્તિઓના કમાવટી અને દર્દનાક મોત થતાં વૈશ્વિક સ્તરે મચી ગઈ ભયાનક સનસનાટી : વિમાન તૂટી પડતાં સર્જાયેલા ભીષણ અગ્નિકાંડ અને ધુમાડાના ગોટેગોટાથી આકાશ છવાઈ ગયું:આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સુરક્ષા પર સવાલો ઊભા થતાં એરલાઇન્સ અને પ્રશાસનના છાતીના પાટિયા બેસી ગયા5:56 PM IST
યુરોપ ખંડના પશ્ચિમી દેશોમાંથી ડિજિટલ સુરક્ષા અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સની ધજાગરા ઉડાવતો અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો ભયાનક ધડાકો: અજ્ઞાત હેકરોના કાળમુખા જૂથે સમગ્ર યુરોપમાં સાઇબર એટેક કરીને હજારો સ્માર્ટ ફ્રિજનો કન્ટ્રોલ પોતાના હાથમાં લઈ લીધો અને ફ્રિજનું તાપમાન અચાનક ૫૦ ડિગ્રી સેલ્સિયસ સુધી વધારી દેતાં સમગ્ર યુરોપના લાખો નાગરિકોમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ડિજિટલ હેકિંગના આ ભયાનક ખેલથી ઘરોમાં રાખેલો કરોડો રૂપિયાનો ખોરાક અને દવાઓ બળીને ખાખ: અચાનક સ્માર્ટ ફ્રિજોમાંથી ગરમીની વરાળો અને ધુમાડા નીકળતાં જ યુરોપના રહીશોના છાતીના પાટિયા બેસી ગયા5:49 PM IST
ઓસ્ટ્રેલીયાના પ્રવાસમાં નીતિશ રેડ્ડી સરપ્રાઇઝ પેકેજ સાબિત થયોઃ આ ર૧ વર્ષના યુવા ઓલરાઉન્ડરની પસંદગી પર અનેક લોકોએ સવાલ ઉઠાવ્યા હતા : પિતા મુત્યાલા રેડ્ડીએ નીતિશને ક્રિકેટર બનાવવા સરકારી નોકરી પણ છોડી દીધી હતી, નીવૃતિ ફંડમાં મળતા વ્યાજ પર પોતાનું ઘર ચલાવતા હતા, સાગ સંબંધીઓએ ઘણી ટીકા કરી પણ નીતિશના માતા મનસા હંમેશ તેની સાથે રહ્યા હતાઃ આંધપ્રદેશની સરકાર નીતિશ રેડ્ડીને રપ લાખ રૂપિયા આપશેઃ જાહેરાત 1:37 PM IST


















































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી













































































































































