તા. ૧૩ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૧૦, શુક્રવાર
News of Thursday, 26th June 2025
નર્મદા જિલ્લામાં ઓર્ગેનિક ખેતીનો વ્યાપ વધારવા માટે ખેડૂત સભા યોજાઈ

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લામાં ઓર્ગેનિક સજીવ ખેતીનો વ્યાપ વધે એ માટે ગ્રીનઅર્થ બાયોગેસ પ્રા.લી અને નર્મદા એગ્રો. રાજપીપળા દ્વારા આંબેડકર ભવન રાજપીપળા ખાતે સજીવ ખેતી પર પાક પરિસંવાદ યોજી ખેડૂતોમાં જાગૃતિ લાવવા નો પ્રયાસ કરાયો હતો.
સજીવ ખેતી કેવી રીતે કરવી અને ઓર્ગેનિક અને રાસાયણિક ખાતર નુ કેવી રીતે સંતુલન બનાવવું અને ઓર્ગેનિક કાર્બનથી જમીન ફળદ્રુપ બનાવવામાં મદદ કરી શકાય સાથે સાથે ખેતી ખર્ચ ઘટાડવાનું આ સભામાં માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ સભામાં 250 કરતા વધારે ખેડૂત ભાઈઓએ હાજરી આપી ઓર્ગેનિક ખેતી તરફ આગળ વધવા ની પહેલ કરી.
(10:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
