<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th June 2025

શાળા પ્રવેશોત્‍સવ-કન્‍યા કેળવણી મહોત્‍સવઃ ભુલકાઓને વિદ્યારંભ કરાવતા ભાનુબેન

દીકરીના સ્‍વપ્નને સાકાર કરવા તેને ઉચ્‍ચ શિક્ષણ મળે અને તેના અરમાનો પુરા કરે તે માટે વાલીઓને ખાસ અનુરોધ કરતા કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા

(કેતન ખત્રી દ્વારા) અમદાવાદઃ સમગ્ર ગુજરાતની સાથે ગાંધીનગર શહેરમાં પણ ત્રિ- દિવસીય પ્રવેશોત્‍સવ અને કન્‍યા કેળવણી મહોત્‍સવનો પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે ગુજરાત સરકારના સામાજિક ન્‍યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્‍યાણના મંત્રી શ્રીમતી ભાનુભેન બાબરીયા ગાંધીનગર શહેરની સેકટર-૭, ૮ અને ૨ની શાળાઓમાં પહોચ્‍યા હતાં અને ભુલકાઓનું વિદ્યામંદિરમાં નામાંકન કરાવ્‍યું હતું.

ભાનુબેને જાણાવ્‍યું હતું કે, ગુજરાતના તત્‍કાલિન મુખ્‍યમંત્રીશ્રી અને વર્તમાન વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૩ થી શાળા પ્રવેશોત્‍સવના શુભારંભ કરાવ્‍યો હતો. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન અને મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના વડપણ હેઠળ રાજ્‍યવ્‍યાપી શાળા પ્રવેશોત્‍સવની પણ આ વર્ષે ઉત્‍સાહભેર ઉજવણી કરવામાં આવી છે. જેનો મુખ્‍ય ઉદ્દેશ બાળકોને વીનામૂલ્‍યે શિક્ષણ મળે અને બાળકોના શિક્ષણની ગુણવત્તામાં વધારો થાય.

વધુમાં ભાનુબેને જણાવ્‍યું કે, બાળકોનો ડ્રોપ આઉટ રેશિયામાં ઉત્તરોત્તર ઘટાડો નોંધાયો છે. અને બાળકોનું શાળામાં હવે સો ટકા નામાંકનની સિદ્ધિ હાંસલ કરવામાં આપણને સફળતા મળી છે. એક પણ બાળક પ્રાથમિક શિક્ષણથી વંચિત ન રહી જાય તેની રાજ્‍ય સરકારે પુરતી કાળજી લીધી છે. દીકરીના સ્‍વપ્નને સાકાર કરવા તેને ઉચ્‍ચ શિક્ષણ મળે અને તેના અરમાનો પુરા કરે તે માટે વાલીઓને ખાસ અનુરોધ મંત્રીશ્રીએ કર્યો હતો.

શાળા પ્રવેશોત્‍સવની સાથે-કન્‍યા કેળવણી મહોત્‍સવ અંતર્ગત દિકરીઓ પણ ભણતરમાં આગળ વધે અને જેના માટે સરકારશ્રી દ્વારા સમરસ હોસ્‍ટેલ, સ્‍કોલરશીપ, સાધન સહાય, ભોજન સહાય સહિત વિદેશ શિક્ષણની સહાય જેવી સુવિધાઓ ઉપલબ્‍ધ કરવામાં આવી છે.

ગાંધીનગર શહેરની સેકટર-૭ અને સેક્‍ટર-૮ ની સાર્વજનીક -ાથમિક શાળા અને સેકટર-૨ ની પ્રાથમિક શાળા તેમજ શાળામાં આવેલ આંગણવાડીમાં, બાલવાટિકામાં, અને ધો.૧માં પ્રવેશપાત્ર બાળકોને શાળા પ્રવેશ આપી પ્રવેશોત્‍સવ ઉત્‍સવને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્‍યો છે.

ભાનુબેનના હસ્‍તે આંગણવાડીના બાલવાટિકામાં ભુલકાઓને શાળામાં પ્રવેશ અપાવીને શૈક્ષણિક કીટ ભેટ સ્‍વરૂપે આપી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્‍થિત મહેમાનો સાથે પી.એમ.પોષણ યોજના અંતર્ગત શાળાઓના વિદ્યાર્થીઓને પોષણ આપે તેવા સરગવો, લીંબુ, જામફળ, મીઠો લીમડો જેવા વળક્ષો તેમજ આદરણીય વડાપ્રધાનશ્રીના ‘‘એક પેડ માં કે નામ'' અભિયાન અંતર્ગત શાળા પટાંગણમાં વળક્ષારોપણ કરવામાં આવ્‍યું હતું.

આ ત્રણેય શાળાઓમાં, આંગણવાડીઓના ૧૦, બાલવાટિકાના ૩૨ તેમજ ધોરણ-૧ ના ૩૭ભુલકાઓ સહિત ૭૯ વિદ્યાર્થીઓને -વેશ કરાવ્‍યો છે.

આ વેળાએ ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, ગાંધીનગર શહેર ભાજપ પ્રમુખ શ્રી આશિષ દવે તથા જિલ્લાના અધિકારીશ્રીઓ અને જન પ્રતિનિધિઓ, આચાર્યશ્રી-શિક્ષકગણ, આંગણવાડી કાર્યકરો, કોર્પોરેટરશ્રીઓ સહિત શાળાના વિધાર્થીઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

(10:17 AM IST)