<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th June 2025

પાટીદાર સમાજમાં મૂંઝવતા પ્રશ્‍નો અંગે કાલે ગાંધીનગરમાં પાટીદાર યુવાનોની ચિંતન શિબિર

પાસ અને એસ.પી.જી.ના જુના અને નવા યુવા આગેવાનો જોડાશેઃ હાર્દિક પટેલ,કિરીટ પટેલ અને ગોપાલ ઇટાલીયા ધારાસભ્‍ય બની ગયા હોય હાજર રહેશે કે નહીં તેની ચર્ચાઃ ભાજપ કોંગ્રેસ આપ સહિતના યુવા આગેવાનો એક મંચ ઉપર

(વિજય વસાણી દ્વારા)ગાંધીનગર તા. ૨૭ : આવતીકાલે ગાંધીનગર ખાતે પાસ અને એસ.પી.જી.ગ્રુપના ગુજરાત ભરના યુવા આગેવાનોની ચિંતન શિબિર મળવાની છે ત્‍યારે પાસ અને એસ.પી.જી.ગ્રુપ આ ચિંતન શિબિરમાં સમાજના મૂંઝવતા પ્રશ્‍નોની ચર્ચા કરશે કે ફરી વખત સરકાર સામે બાયો ચડાવશે તેવી ચર્ચા ચાલી રહી છે.

બપોરે ૨ થી ૪ ગાંધીનગરના સરધાસણ ખાતે મળનારી આ બેઠકમાં જાણવા મળ્‍યા મુજબ ત્રણ મુખ્‍ય મુદ્દા છે જેમાં પાટીદાર સમાજની દીકરીઓ ભોળવાય અને બીજા સમાજના યુવકો સાથે લગ્ન કરી લે છે ત્‍યારે લગ્ન નોંધણીમાં માતા-પિતાની સંમતિ ફરજિયાત કરવાનો કાયદો લાવવો.(જોકે આ પ્રશ્‍ન માત્ર પાટીદાર યુવતીઓ માટે નહીં પરંતુ જો સરકાર આવો કાયદો લાવે તો તમામ સમાજના લોકો માટે ફાયદા રૂપ થશે)

બીજા પ્રશ્‍નમાં હાલ ઓનલાઈન ગેમિંગમાં અનેક લોકો પોતાની મિલકતો ગુમાવી રહ્યા છે ત્‍યારે આવા લોકો સામે અને વ્‍યાજખોરો દ્વારા પાટીદાર સમાજના લોકોની જમીનો પચાવી પાડવામાં આવે છે તેવા કિસ્‍સામાં જન જાગળતિ અભિયાન ચલાવવું અને જરૂર પડે આવા સામાજિક તત્‍વો સામે એક જૂથ થઈ લડત ચલાવવી.

ઉપરાંત ગોંડલ જેવા મુદ્દાઓ બને છે ત્‍યારે પાટીદાર સમાજના તમામ લોકોએ એક થઈ સાથે ઊભું રહેવું જોઈએ જો કે ગોંડલ જેવો પ્રશ્‍ન કયાંય પણ બને ત્‍યાં પણ બધાએ સાથે જોડાવું તે ચર્ચા મુખ્‍ય છે.

મીટીંગ દરમિયાન હાજર આગેવાનો દ્વારા મૂંઝવતો કોઈ પ્રશ્‍ન હશે તેની પણ ચર્ચા કરવામાં આવશે આ બેઠકમાં ભાજપ,કોંગ્રેસ,આપ સહીત  પક્ષની વિચારસરણી વાળા યુવાનો એક મંચ ઉપર આવી સમાજના મુંજવતા પ્રશ્‍નોની ચર્ચામાં જોડાશે.

આ બેઠકમાં અલ્‍પેશ કથીરિયા સુરત, દિનેશ બાંભણિયા ગાંધીનગર, વરૂણ પટેલ અમદાવાદ,મનોજ પનારા મોરબી, ઉર્વીન પટેલ ગાંધીનગર,રેશ્‍મા પટેલ,ગીતાબેન પટેલ અમદાવાદ,ધર્મેન્‍દ્ર પટેલ કલોલ તેમજ સમગ્ર ગુજરાત ભરમાંથી પાટીદાર સમાજના યુવા આગેવાનો ઉપસ્‍થિત રહેશે.

આયોજકોના જણાવ્‍યા મુજબ આમ તો આવતીકાલની મીટીંગ યુવા આગેવાનો પૂરતી સીમિત રાખવામાં આવી હતી પરંતુ આ બેઠકની જાણ થઈ જતા સંખ્‍યામાં વધારો થશે.(૯.૧૩)

હાર્દિક પટેલ,કિરીટ પટેલ અને ગોપાલ ઇટાલીયા હાજર રહેશે?

(વિજય વસાણી દ્વારા)ગાંધીનગર તા.૨૭ આવતીકાલે ગાંધીનગર ખાતે પાસ અને એસ.પી.જી.ના નેજા હેઠળ મળી રહેલ ચિંતન શિબિરમાં પાસના જ યુવા આગેવાનો કે જેવો હવે ધારાસભ્‍ય બની ગયા છે તેવા હાર્દિક પટેલ,કિરીટ પટેલ અને ગોપાલ ઇટાલીયા આ બેઠકમાં હાજર રહેશે કે નહીં તેવી ચર્ચા ચાલી રહી છે.

આવતીકાલે ચિંતન શિબિરના આયોજકો દ્વારા તેમના જુના જોગી ધારાસભ્‍યોને આમંત્રણ તો આપી દીધું છે પરંતુ હવે તેઓ ધારાસભ્‍ય બની ગયા હોય જશે કે નહીં જાય તેવો ઙ્કશ્‍ન હાલ ચર્ચાઈ રહ્યો છે.

જો કે જાણવા મળ્‍યા મુજબ ચૂંટાયેલા હોદ્દેદારો કે પદાધિકારીઓને આ બેઠકમાં હાજર રહેવા આયોજકો દ્વારા દબાણ કરવામાં આવ્‍યુ નથી.

(1:39 PM IST)