News of Friday, 27th June 2025
ઉમેશ મકવાણા અને ભાજપને ઇસુદાન ગઢવીની ચેલેન્જ, ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપીને ફરીથી ચૂંટણી જીતી બતાવો
ભાજપ ગંદી રાજનીતિ કરી રહ્યું છેઃ વિસાવદરના પરિણામો બાદ ભાજપ બૌખલાઈ ગઈ છેઃ ઉમેશ મકવાણાને ભાજપ દ્વારા આમ આદમી પાર્ટીને ડેમેજ કરવા માંગે છે, પરંતુ આ ભાજપની ભૂલ છેઃ ‘‘આપ''ના ગુજરાત પ્રદેશ પ્રમુખનો આક્રોશ

રાજકોટ તા.૨૭: આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક વીડિયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીની શિસ્ત સમિતિ અને શીર્ષ નેતળત્વએ હંમેશાં દેખાડ્યું છે કે પાર્ટી વિરુદ્ધ કોઈપણ વ્યક્તિ પ્રવળત્તિ કરશે તો તેને પાર્ટી સાંખી નહીં લે. બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાની વારંવાર તેમના વિસ્તારમાંથી ફરિયાદ આવતી હતી, અમે વારંવાર એમને કહેતા હતા કે પોતાના વિસ્તારમાં રહો. તેમના વિરુદ્ધ વિવિધ પ્રકારની અને ભ્રષ્ટાચારની પણ કેટલીક વાર ફરિયાદો આવતી હતી. માટે આમ આદમી પાર્ટીએ તેમને ઘણી વખત ચેતવ્યા પણ છે. પરંતુ આ બધામાં એક બાબત સ્પષ્ટ દેખાય છે કે ભાજપ ગંદી રાજનીતિ કરી રહ્યું છે. ભાજપે ઉમેશ મકવાણાને સાધી લીધા છે. ભાજપે સતત પ્રયાસ કર્યો હતો કે ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટી વિરુદ્ધ પ્રવળત્તિ કરે.
ભાજપે વિસાવદરમાં રાજીનામાં અપાવ્યા અને આમ આદમી પાર્ટી ફરીથી વિસાવદરની ચૂંટણી જીતી ગઈ જેના કારણે ભાજપ આજે બૌખલાઈ ગઈ છે, ભાજપ મેસેજ આપવા માંગે છે કે તેઓ અમારા બીજા ધારાસભ્યોના પણ ટચમાં છે પરંતુ ભાજપ જાણી લે કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને ગુજરાતની જનતા આ બધી હરકતોને જોઈ રહી છે. વિસાવદરમાં કેબિનેટ મંત્રીઓ સુધીના લોકો આવી ગયા તેમ છતાં પણ ભાજપના સૂપડા સાફ થઈ જતા ભાજપ બૌખલાઈ ગઈ છે. હમણાં સરપંચોની ચૂંટણીમાં પણ ભાજપના સુપડા સાફ થઈ ગયા છે. માટે હવે ઉમેશ મકવાણા જેવા લોકોને સાધીને ભાજપ આમ આદમી પાર્ટીને જો ડેમેજ કરવા માંગતી હોય તો ભાજપની આ મોટી ભૂલ છે. તેમ ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું.
હું ઉમેશ મકવાણાને ચેલેન્જ આપું છું કે તમે ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપો અને ફરીથી ચૂંટણી જીતી બતાવો. હું ભાજપને પણ ચેલેન્જ આપવા માગું છું કે ભાજપ જો આમ આદમી પાર્ટી સામે જીતી શકતી હોય તેવું તેમને લાગતું હોય તો ઉમેશ મકવાણાનું રાજીનામું અપાવો અને આમ આદમી પાર્ટી સામે ફરીથી ચૂંટણી લડાવી જુઓ. અમારી ચેલેન્જ છે કે તમે બોટાદમાંથી જીતીને બતાવો. બોટાદની જનતા બધું જાણી ગઈ છે અને ભ્રષ્ટાચારની ફરિયાદો આવતા ઉમેશ મકવાણાને અમે વારંવાર ચેતવ્યા હતા. તેમ ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું
(11:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
