News of Friday, 27th June 2025
ભગવાન જગન્નાથની રથયાત્રા વેળાએ સરસપુર અને કાલુપુરમાં અમીછાંટણા થતા ભક્તોમાં બેવડી ખુશી
પ્રથમવાર ભગવાનને ગાર્ડ ઓફ ઓનર પણ અપાયું: રથયાત્રાને લઇને સવારના 4 વાગ્યાથી ભક્તોની ભીડ

અમદાવાદ : ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાનો પ્રારંભ થઇ ગયો છે. ભગવાન ભક્તોને દર્શન આપવા નગરચર્યાએ નીકળ્યા છે. સવારે 4 કલાકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતબાઈ શાહ મંગળા આરતી કરી હતી. જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પહિંદવિધિ કરી હતી. પ્રથમવાર ભગવાનને ગાર્ડ ઓફ ઓનર પણ અપાયું હતું. રથયાત્રાને લઇને આજે સવારના 4 વાગ્યાથી ભક્તોની ભીડ જોવા મળી રહી છે. સરસપુર અને કાલુપુરમાં વરસાદના અમીછાંટણા થતા ભક્તો હરખમાં આવી ગયા હતા
148મી રથયાત્રામાં ખાડિયામાં ગજરાજ બેકાબૂ થતા નાસભાગ મચી. ખાડિયા વિસ્તારમાં ડીજેના કારણે 3 ગજરાજ બેકાબૂ થતાં તરત જ સ્ટાફ દોડતો થયો હતો. થોડી વાર માટે રથાયાત્રા રૂટ પર દોડધામ મચી જવા પમી હતી. બાદમાં હાથીને ઈન્જેક્શન આપીને કાબૂમાં લીધા હતાં. આ સમયે tv13 ગુજરાતીના કેમેરામેન પણ ઈજાગ્રસ્ત થયા હતા.
આજની રથયાત્રામાં 18 ગજરાજ, ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 ટ્રક, અંગ કસરતના પ્રયોગો સાથે 30 અખાડા, 18 ભજન મંડળીઓ અને 3 બેન્ડવાજાવાળા જોડાયા છે. હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી તથા સૌરાષ્ટ્રમાંથી 2500 જેટલા સાધુ-સંતો પણ મોટી સંખ્યામાં જોડાયા છે. આ સાથે www.jagannathjiahd.org વેબસાઇટ પર ભક્તો ઓનલાઈન રથયાત્રાના દર્શનનો પણ લાભ લઈ શકશે.
(1:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
