News of Friday, 27th June 2025
રાજયના ર૦૬ જળાશયોમાં ૪૪.પ૧% જળસંગ્રહ : નર્મદા ડેમ ૪૯.૩૮% ભરાયો : કુલ ૩,૬પ૯ લોકોનું સ્થળાંતર : અનેક ગામો સંપર્ક વિહોણા
૧૬ જળાશયો હાઇએલર્ટ : રાજયમાં કુલ ૬પર અસરગ્રસ્તોનું રેસ્કયુ કરાયું : બચાવ કાર્ય માટે એન.ડી.આર.એફની ૧૩ અને એસ.ડી.આર.એફ.ની ર૦ ટુકડી તૈનાત

અમદાવાદ, તા. ર૭ : રાજ્યમાં અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં સારો વરસાદ વર્ષો છે અને હજી પણ અનેક જિલ્લાઓમાં વરસાદ ચાલુ છે. હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યમાં અનેક જિલ્લા અને તાલુકામાં મેઘ મહેર થઇ છે.
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ ગઇ છે. હવામાન વિભાગની આગાહીને પગલે ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ ખાબકયો છે. ત્યારે ભારે વરસાદને પગલે ગુજરાતના ૨૦૬ જળાશયોમાં ૪૪.૫૧ ટકા જળસંગ્રહ થયો છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં ૪૯.૩૮ ટકા જળસંગ્રહ થયો છે. રાજ્યના વિવિધ જિલ્લામાં ૩ હજાર ૬૫૯ અસરગ્રસ્તોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. રાજ્યમાં કુલ ૬૫૨ અસરગ્રસ્તોનું રેસ્કયૂ કરવામાં આવ્યું છે. બચાવકાર્ય માટે NDRFની ૧૩ અને લ્ઝય્જ્ ૨૦ ટુકડી તૈનાત કરવામાં આવી છે. અનેક જગ્યાઓએ રસ્તા થયા બંધ, અનેક જગ્યાએ વીજપુરવઠો ખોવાયો છે. માછીમારોને ૨૬ થી ૨૯ જૂન સુધી દરિયો નહીં ખેડવાની સૂચના આપવામાં આવી છે.
નર્મદા ડેમમાં ૪૯.૩૮ ટકા જળસંગ્રહ ,૨૦૬ જળાશયોમાં ૪૪.૫૧ ટકા જળસંગ્રહ,૧૨ જળાશયોમાં ૧૦૦ ટકા જળસંગ્રહ,૩૨ જળાશયોમાં ૭૦ થી ૧૦૦ ટકા જળસંગ્રહ,૨૭ જળાશયોમાં ૫૦ થી ૭૦ ટકા જળસંગ્રહ,૫૯ જળાશયોમ ૨૫ થી ૫૦ ટકા જળસંગ્રહ ,૭૬ જળાશયોમાં ૨૫ ટકા કરતા ઓછો જળસંગ્રહ ,૧૬ જળાશયો હાઈએલર્ટ, ૧૬ જળાશયો એલર્ટ, ૧૨ જળાશયોને આપવામાં આવી ચેતવણી અપાઈ છે.
વીજ પુરવઠાની સ્થિતિ જોઈએ તો ૩ ગામમાં વીજ પૂરવઠો હજી ઠપ્પ છે ૯૨૮ વીજ થાંભલાને નુકસાન થયું છે ૫૯ વીજ ટ્રાન્સફોર્મરને નુકસાન થયું છે. ૨ સ્ટેટ હાઈવે બંધ છે ૯ અન્ય હાઈવે બંધ છે જયારે ૧૯૯ પંચાયતના રસ્તા બંધ છે.
(2:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
