News of Friday, 27th June 2025
પાટણ જીલ્લામાં ધોધમાર વરસાદ સાથે વિજળી પડી યુવક અને ભેંસના મોત

(જયંતિભાઇ ઠકકર દ્વારા) પાટણઃ તા. ર૭,પાટણ શહેર અને તાલુકામાં આજેસવારે આવેલ ભારે વરસાદ મૂંગા પશુઓ અનેલોકો માટે આફત લઇને આવ્યો હોય તેવા દ્વશ્યો સામે આવ્યા હતા. પાટણ નજીક માંડોત્રી ગામ પાસે એક યુવકનું વીજળી પડતા મોત થયું હતું.
જયારે રૂની ગામમાં વીજળી પડવાથી બે ભેંસોના મોત થવા પામ્યા હતા. તો બીજી તરફ વરસાદના કારણે પાટણ શહેરના રસ્તાઓ પણ ખાડા પડીજવા પામ્યા હતા. આજરોજ ભારે ગાજવીજ સાથે વરસાદ આવ્યો હતો. ત્યારે પાટણ તાલુકાના રૂની ગામે વિષ્ણુજી ચંદુજી ઠાકોરની બે ભેંસના વીજળી પડવાથી મોત થતા પરિવાર પર આર્થિક સંકટ આવી ને પડયું હતું. તો આજરોજ સિધ્ધપુર તાલુકાના ધનાવાડા ગામનો યુવાન ઠાકોર અલ્પેશજી જાલમજી જે ગોપાલ નમકીનમાં નોકરી કરતો હતો અને સવારે પાટણ તાલુકાના માંડોત્રી બસસ્ટેશન પર ઉભો હતો. ત્યારેવરસાદ ના કારણે તેના પર વિજળી પડવાથી તે પડી ગયો હતો. સ્થાનિક લોકોએ તાત્કાલિક ૧૦૮ ને ફોન કરી ધારપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જતા ડો એમને મૃત્યુ થયાનું જાહેર કર્યુ હતું. મૃતક યુવાનના માતા-પિતા ધનાવાડા ગામે ખેતી કરી ગુજરાન ચલાવે છે. ઘરમાં કમાનાર એક આશાસ્પદ યુવાનનું મોત થતાં આખા ગામમાં માતમ સાથે ગમગીની છવાઇ ગઇ હતી.
(3:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
