News of Friday, 27th June 2025
બનાસકાંઠામાં ધોધમાર વરસાદ પડતા રસ્તાઓ જળ બંબાકાર : પાલનપુર-અમદાવાદ હાઈવે પર છાપી નજીક 3 ફૂટ પાણી ભરાયા

બનાસકાંઠામાં ધોધમાર વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ભરાયા છે. પાલનપુર-અમદાવાદ હાઈવે પર છાપી નજીક 3 ફૂટ પાણી ભરાયા છે. હાઈવે પરથી પસાર થતા વાહનચાલકોને હાલાકી એક તરફ ઓવરબ્રિજની કામગીરીને કારણે મુશ્કેલી સર્જાઈ છે. બીજી તરફ વરસાદી પાણી ભરાવવાની સમસ્યાથી લોકો ત્રસ્ત થયા છે. વહેલીતકે પાણીનો નિકાલ કરાય તેવી માગ લોકો દ્વારા કરવામાં આવી છે
(7:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
