તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૦ મંગળવાર
News of Friday, 27th June 2025
નર્મદા જિલ્લામાં યોગ થકી સાચા અર્થમાં સાર્થક થશે મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન
યોગશિક્ષકોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા: જિલ્લામાં ૫૪ યોગ શિક્ષકો દ્વારા નિયમિત નિશુલ્ક યોગ પ્રવૃતિ ચાલી રહી છે

( ભરત શાહ દ્વારા ) નર્મદા:ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સહયોગથી નાંદોદ તાલુકાના યોગ કોચ ફુલસિંહ વસાવાના પ્રેરક માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલ યોગ શિક્ષકોને યોગ પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ રાજપીપલા ખાતે જિલ્લા રમતગમત સંકુલમાં તાજેતરમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા યોગ કો-ઓર્ડિનેટર વસંતકુમાર વસાવા ઉપસ્થિત રહ્યા હતા.
સરકાર માન્યતાપ્રાપ્ત યોગ શિક્ષકો ગામે ગામ નિ:શુલ્ક યોગ પ્રવૃતિઓ પ્રારંભ કરશે. પ્રતિ શિબિર રૂ. ૩૦૦૦ અને બે શિબિરો માટે રૂ. ૬૦૦૦ નું માસિક માનદવેતન યોગ બોર્ડ તરફથી આપવામાં આવશે. શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોને તાલુકા યોગ કોચ બનવાની તક મળશે. હાલ નર્મદા જિલ્લામાં ૫૪ શિક્ષકો દ્વારા નિયમિત યોગ પ્રવૃતિઓ સફળતાપૂર્વક ચલાવવામાં આવી રહી છે. રાજ્ય યોગ બોર્ડનો હેતુ દરેક ગામ સુધી યોગ પહોંચાડવાનો છે. દરેક નાગરિક માટે રાજપીપલામાં યોગ શિબિરો નિ:શુલ્ક છે.
વધુ માહિતી માટે જિલ્લા યોગ કો-ઓર્ડિનેટર વસંતકુમાર વસાવાને 9023455393 સંપર્ક કરવો. તેમ તેમના તરફથી જણાવાયું હતું.
(9:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
