<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th June 2025

વડોદરામાં હાર્ટ એટેકથી પોલીસ જવાનનું મોત થયું

રથયાત્રાના બંદોબસ્ત વખતે હાર્ટ એટેક આવ્યુઃપ્રાથમિક તપાસમાં હાર્ટ એટેકથી મોત થયાનું સામે આવ્યું છે ઘટનાને પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા

વડોદરા,તા.૨૭

વડોદરામાં હાર્ટ એટેકથી પોલીસ જવાનનું મોત થયું છે. રથયાત્રાના બંદોબસ્ત વખતે પોલીસ જવાનને હાર્ટ એટેક આવતા મોત થયું છે. રાવપુરામાં પોલીસ જવાન નરેશ રાઠવાનું મોત થયું છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ SSG હોસ્પિટલ પહોંચ્યા છે. બપોરે તબિયત લથડતા એસ. એસ. જી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. પ્રાથમિક તપાસમાં હાર્ટ એટેકથી મોત થયાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા.

વડોદરામાં ભગવાન જગન્નાથજીની ૪૪મી રથયાત્રા કાઢવામાં આવી છે. રેલવે સ્ટેશન ખાતેથી કરાયો રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પહિંદ વિધિ કરી રથયાત્રાને પ્રસ્થાન કરાવાઇ છે,ઠેર ઠેર રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું છે.

શહેરમાં ભગવાન જગન્નાથ, ભાઇ બલરામ અને બહેન સુભદ્રા જે રથમાં નગરચર્યાએ નિકળ્યા છે.સૌથી મહત્વની વાત એ છે કે, આરિસ્સાના પુરીમાં જે રથમાં બેસીને ભગવાન નગરચર્યાએ નીકળે છે, તેવી ડિઝાઇનનો રથ વડોદરામાં બનાવવામાં આવેલો છે અને આબેહુબ કૃતિ સમા રથમાં જ વર્ષોથી રથયાત્રા નિકળે છે.

(10:19 PM IST)