<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th June 2025

બનાસકાંઠાના અમીરગઢના કાકવાડા ગામે વિદ્યાર્થીઓ જીવના જોખમે નદી પાર કરી શાળાએ જવા મજબુર

ત્રણ વર્ષથી પુલ મંજૂર થયો છે છતાં કામગીરી હાથ ન ધરાતા ગામના લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યાં છે

બનાસકાંઠાના અમીરગઢના કાકવાડા ગામે વિદ્યાર્થીઓ નદીમાંથી પસાર થઈને શાળાએ જતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.

બનાસ નદીની પેલી પાર રહેતા લોકો દર ચોમાસામાં મુશ્કેલીમાં મુકાતા હોય છે. કારણ કે નદી પાર કરવા માટે લોકોને નદીમાંથી જ પસાર થવું પડે છે. એટલું જ નહીં વિદ્યાર્થીઓ પણ જીવના જોખમે નદી પાર કરીને શાળાએ અભ્યાસ કરવા જાય છે. ત્રણ વર્ષથી પુલ મંજૂર થયો છે છતાં કામગીરી હાથ ન ધરાતા ગામના લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યાં છે.

(12:56 PM IST)