<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

આજે વિશ્વ નાળિયેર દિવસ : ગુજરાતમાં નાળિયેરના વાવેતર વિસ્તાર અને ઉત્પાદનમાં સતત વધારો; દાયકામાં નાળિયેરીનો આશરે ૪૯૦૦ હેક્ટર વાવેતર વિસ્તાર વધ્યો : ગુજરાતમાં લીલા નાળિયેરનું (ત્રોફાનું) વાર્ષિક ઉત્પાદન ૨૩.૬૦ કરોડ યુનિટથી વધુ : સૌથી લાંબો દરિયાકિનારો હોવાથી ગુજરાતમાં નાળિયેર ઉત્પાદનની શક્યતાઓ સૌથી વધુ : કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ : ‘ગુજરાત નાળિયેરી વિકાસ કાર્યક્રમ’ માટે બજેટમાં રૂ. ૪૩૮ લાખની જોગવાઈ :;નાળિયેરીનું ઉત્પાદન કરતા ખેડૂતોને મળે છે રૂ. ૪૨,૫૦૦ સુધીની સહાય : ગુજરાતમાંથી ઉત્પાદનના 33 ટકા નાળિયેરની થઇ રહી છે નિકાસ : દિલ્હી, પંજાબ, હરિયાણા અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં નાળિયેરની નિકાસ4:23 PM IST

અદાણી એનર્જી સોલ્‍યુશન્‍સ એ ખાવડામાં ૭ GW રિન્‍યુએબલ એનર્જી ઇવેક્‍યુએશન ટ્રાન્‍સમિશન નેટવર્કના એવોર્ડ સાથે તેનો પગદંડો વધુ સંગીન કર્યો : રૂ. ૪,૦૯૧ કરોડનો ૨૯૮ કિ.મી. (૫૯૬ સરકીટ કિ.મી) ખાવડાના ચોથા તબક્કાના ભાગ-A પ્રોજેક્‍ટ હેઠળ ખાવડા રિનયુએબલ પાર્કમાંથી ૭ ગીગાવોટ રિન્‍યુએબલ એનર્જી નેશનલ ગ્રીડમાં ઠાલવશેઃ અદાણી એનર્જી સોલ્‍યુશન્‍સ લિ.(AESL) દ્વારા આ પ્રોજેક્‍ટમાં સૌપ્રથમવાર એક સુરક્ષિત અને સ્‍થિર સિસ્‍ટમ ઓફર કરતા તથા અચાનક પાવર અસંતુલનને સંતુલિત કરી શકે તેવા ગ્રીડ-ફોર્મિંગ ૩૦૦ MVAr STATCOM સ્‍થાપિત કરવાનો સમાવેશઃ આગામી ૨૪ મહિનામાં AESL આ પ્રોજેક્‍ટનો BOOT (બિલ્‍ડ, ઓન, ઓપરેટ અને ટ્રાન્‍સફર) આધારે આરંભ કરશેઃ આ સાથે AESL હવે ૨૧,૭૮૩ સરકીટ કિ.મી. ટ્રાન્‍સમિશન લાઇન અને ૬૧,૬૮૬ MVA ટ્રાન્‍સફોર્મેશન ક્ષમતા હાંસલ કરશે4:05 PM IST

દીપક ઠક્કરની ડાયરીમાં કોના નામ છે? ઘણાંનાં બીપી વધી ગયા : પ્રદીપ દુબઈ જેલમાં નોનવેજ ખોરાક, અરબી ભાષા ન જાણતો હોવાથી ખૂબ કંટાળી ગયેલ, ગૂજરાત પરત આવવા મળશે તે જાણી તેને એ બાબતે હર્ષ હતો, મુખ્‍ય પોલીસ વડા વિકાસ સહાયનો સહયોગ કાબિલે દાદ રહ્યો હતો માત્ર પ્રદીપ ઉર્ફ ડીલકસ જ નહિ, ગુજરાત છોડી ભાગેલા સંખ્‍યાબંધ ગુનેગારોને વિદેશથી પરત લાવવા ડીઆઇજી નિર્લિપ્ત રાય સક્રિય બની ઘનિષ્ઠ પ્રયાસ કરે છેઃ ડબ્‍બા ટ્રેડિંગનાં ગુજરાતના મુખ્‍ય આરોપીને ડીઆઇજી નિર્લિપ્‍ત રાયનાં નેતળત્‍વમાં દુબઈથી ગુજરાત લાવવાનાં મિશન એસ્‍કોર્ટની રસપ્રદ ભીતરી કથા અકિલા સમક્ષ ડીવાયએસપી કે ટી. કામરિયા વર્ણવે છે12:36 PM IST

સાવધાન... મુંબઇમાં પણ થઇ શકે છે ભૂસ્‍ખલન...! : મુંબઇ પ્રદેશમાં, ઢોળાવ પરના પાણીના કુદરતી પ્રવાહના માર્ગમાં વિકાસ માટે ફેરફાર કરવામાં આવ્‍યો છે જે ભૂસ્‍ખલનને ઉત્તેજિત કરતું મુખ્‍ય પરિબળ છે : મુંબઈ પ્રદેશમાં, ઢોળાવ પરના પાણીના કુદરતી પ્રવાહના માર્ગમાં વિકાસ માટે ફેરફાર કરવામાં આવ્‍યો છે જે ભૂસ્‍ખલનને ઉત્તેજિત કરતું મુખ્‍ય પરિબળ છે : બાંધકામ, પાણીના કુદરતી પ્રવાહમાં ફેરફારથી ઢોળાવની સ્‍થિરતાને અસર થઈ શકે છે, ભૂસ્‍ખલન થઈ શકે છે : દીપાંકર ચૌધરી : એક રીપોર્ટ મુજબ મુંબઇ શહેરમાં ૨૯૦ થી વધુ ભૂસ્‍ખલન-સંભવિત સ્‍થળો છે અને બૃહન્‍મુંબઈ મ્‍યુનિ. કોર્પોરેશને આ વર્ષે ૭૪ ઉચ્‍ચ-જોખમી ભૂસ્‍ખલન માટે સંવેદનશીલ ઝોનની સૂચિબદ્ધ કરી છે9:54 AM IST

અકિલા - લોહાણા મહાજન રાસોત્સવ : જાજરમાન આયોજન : વિશ્વના સૌથી મોટા લોહાણા મહાજન ‘રાજકોટ લોહાણા મહાજન દ્વારા આયોજીત' : તારીખ ૩ ઓકટોબરથી ૧૨ ઓકટોબર ૨૦૨૪ દરમિયાન હરીશભાઇ લાખાણીનું ગ્રાઉન્‍ડ, માધાપર ચોકડી, રાજકોટ ખાતે અદ્‌કેરૂ આયોજન : પૂરતી સલામતી સાથે એક લાખ વોટની અદ્યતન સાઉન્‍ડ સિસ્‍ટમ્‍સના સહારે રઘુવંશી યુવક - યુવતીઓ માતાજીની આરાધના કરશે : પાસ બુકીંગ માટે રાજકોટ લોહાણા મહાજન ટ્રસ્‍ટ ઓફિસ, મહિલા કોલેજ અન્‍ડરબ્રીજ ઉપર, ભવાની ગોલા સામે, કાલાવડ રોડ, રાજકોટ ખાતે રૂબરૂ અથવા મો.નં. ૯૫૩૭૭ ૧૧૭૭૪ ઉપર સંપર્ક કરી શકાય છે : વિજેતાઓને દરરોજ આકર્ષક ઇનામો સાથે મેગા ફાઇનલમાં પ્રિન્‍સ-પ્રિન્‍સેસ વિજેતાઓને ૨૫ ગ્રામ, ૧૦ ગ્રામ : તથા ૫ ગ્રામ ગોલ્‍ડ, બાઇક, એકટીવા, ટી.વી., મોબાઇલ, લેપટોપ, સ્‍માર્ટ વોચ, ફ્રીઝ, વોશીંગ મશીન સહિતના લાખેણા ઇનામો અપાશે : સુપ્રસિધ્‍ધ એસ.ડી.ગઢવી ઓર્કેસ્‍ટ્રાના સહારે જયદાન ગઢવી, ગાથા પોટા, ધૈર્ય રાજપરા, પ્રિયા પરમાર સહિતના વિખ્‍યાત ગાયકો જમાવટ કરશે : અંબિકા સાઉન્‍ડ દ્વારા ઓરીજીનલ જીબીએલ સાઉન્‍ડ સિસ્‍ટમ્‍સની સાથે ખેલૈયાઓ થીરકશે : લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ : ચોટાઇ સહિત સમગ્ર ટ્રસ્‍ટી મંડળ દ્વારા તૈયારીરૂપે બેઠકોનો ધમધમાટ2:41 PM IST