News of Saturday, 28th June 2025
વલસાડના દાંતી ગામમાં દરિયાના પાણી ઘૂસ્યા
ગામમાં પ્રોટેક્શન વોલનું કામ અધુરું રહ્યું:૩૦૦ મીટર જેટલા પ્રોટેકશન વોલના અધૂરા કામ ને લઈને ગામ દરિયા ગરકાવ થવાની ભીતિ સર્જાઈ રહી છે

વલસાડ,તા.૨૮
વલસાડ તાલુકાના દરિયા કિનારે આવેલ દાંતી ગામે પ્રોટેકશન વોલના અભાવે નષ્ટ થવાના આરા પર છે, અધૂરા કામોં પૂર્ણ કરવા ગામ લોકો માગ કરી રહ્યાં છે, વર્ષોથી દરિયાઈ તાકાત સામે પોતાના અસ્તિત્વની લડત લડતું દાંતી ગામમાં પ્રોટેકશન વોલ તો બનાવાઈ પરંતુ કામ અધુરું રહેતા ચોમાસા દરમિયાન દરિયાના પાણી ગામમાં ઘુસી ગયા છે.
ગામમાં દરિયાના પાણી ઘુસ્તા ગામ નષ્ટ થવાને આરે છે ત્યારે સ્થાનિક ધારાસભ્ય, મંત્રીઓ અને સાંસદ સભ્યની રજૂઆતને લઇ ૩૫ કરોડના ખર્ચે નવી ૧૫૦૦ મીટરની પ્રોટકેશન વોલનું કામ ચાલુ છે જેમાં વધુ ૩૦૦ મીટરની પ્રોટેકશન વોલનું અધૂરું કામ ને લઇ દરિયો ગામમાં ઘુસી રહ્યો છે, જેને લઇ બનેલી પ્રોટેકશન પણ ધોવાઈ શકે છે જેથી અધૂરું કામ પૂર્ણ થાય ગામનું અસ્તિત્વ ટકે તેવી સ્થાનિકોની માંગ છે.
વલસાડ તાલુકાનું દાંતી ગામ વર્ષોથી દર વર્ષે ચોમાસામાં દરિયાના મહાકાય મોજા ગામને નષ્ટ કરતા જાય છે અને નુકસાન પોહચાડતા જાય છે
ત્યારે છેલ્લા ઘણા વર્ષોમાં સ્થાનિક ધારાસભ્ય ભરત પટેલ અને સાંસદ ધવલ પટેલ તેમજ નાણા મંત્રી કનું દેસાઈની રજૂઆતને પગલે સરકાર દ્વારા ૩૫ કરોડની ગ્રાન્ટ મંજૂર કરી ૧૨૦૦ મીટર લાંબી દરિયાની પ્રોટેક્સન વોલની મંજૂરી આપી છે, જેનું કામ ચાલી રહ્યું છે પરંતુ જે મુખ્યત્વે દરિયાનું પાણી ગામમાં ઘૂસે છે.
૩૦૦ મીટર જેટલા પ્રોટેકશન વોલના અધૂરા કામ ને લઈને ગામ દરિયા ગરકાવ થવાની ભીતિ સર્જાઈ રહી છે, જૂની પ્રોટેક્શન વોલનું ધોવાણ થતા સ્થાનિકો દ્વારા નવી પ્રોટકેશન વોલ માટે રજૂઆત કરવા છતાં કામગીરી ન થતા ગામ પર ખતરો મંડરાઈ રહ્યો છે, ગામના ૨ ભાગ થઈ જવાની ભીતિ સર્જાઈ રહી છે, દરિયો આગળ આવશે તો ૨૦૦૦થી વધુ લોકોને અસર થશે, અગાઉના વર્ષોમાં ઘણા પરિવારો ગામ છોડી જતા રહ્યા છે ત્યારે સ્થાનિકો દ્વારા જલ્દીથી જલ્દી પ્રોટેકશન વોલનું કામ કરવામાં આવે તેવી કરાઈ રહી છે માંગ, દર વર્ષે સર્જાતી સમસ્યાના કારણે ગ્રામજનોમાં રોષ લાગણી જોકે આ બાબતે સ્થાનિક ધારાસભ્ય એ પણ જણાવ્યું કે ૩૦૦ મીટરની વોલનું પણ ટેન્ડરિંગ થઇ ગયું છે જે પણ કામગીરી પૂર્ણ કરવામાં આવશે જેથી ગામનું સંપૂર્ણ ધોવાણ અટકશે.
(10:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
