News of Saturday, 28th June 2025
રાજપીપળામાં વીજ કેબલ પરથી અજગરનું રેસ્ક્યુ: આદર્શ નિવાસી શાળા પાસે લાઈવ વીજ કેબલ પર વીંટળાયેલા અજગરને યુવાને બચાવ્યો
વીજ કંપનીના કર્મચારીઓની મદદથી સાપ પકડનાર યુવાને અજગરનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે છોડ્યો

( ભરત શાહ દ્વારા )નર્મદા : રાજપીપળાની આદર્શ નિવાસી શાળા પાસે ગત રાત્રે એક અસામાન્ય ઘટના સામે આવી છે. શાળાના કમ્પાઉન્ડમાં આવેલી વીજળીની હેવી લાઈન પર એક મહાકાય અજગર વીંટળાઈ ગયો હતો ત્યારબાદ શાળાના ચોકીદારની નજરે આ દૃશ્ય પડતાં તેણે તાત્કાલિક સાપ-અજગરના રેસ્ક્યુમાં નિપુણ યુવાનોને જાણ કરી વીજ વાયરની ઊંચાઈને ધ્યાનમાં રાખીને GEBને પણ સૂચિત કરવામાં આવ્યા જેમાં માનવામાં આવે છે કે અજગર શિકાર કર્યા બાદ તેનો ખોરાક પચાવવા માટે વીજળીના ત્રણ તાર પર વીંટળાયો હતો. શાળા કમ્પાઉન્ડમાં આવેલા વૃક્ષની ડાળીઓ વીજ વાયરને અડતી હોવાથી અજગર ત્યાં સુધી પહોંચ્યો હતો.રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકત્ર થયા હતા. નિસરણી ની મદદથી અજગરને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યો. જો કે વન્યજીવ સંરક્ષણની જવાબદારી ધરાવતા વન વિભાગના કોઈ અધિકારી કે કર્મચારી ઘટનાસ્થળે હાજર ન હતા. આખરે એક જાગૃત યુવાને અજગરનું સફળ રેસ્ક્યુ કર્યું અને તેને સુરક્ષિત સ્થળે છોડી દેવામાં આવ્યો ત્યારબાદ આદર્શ નિવાસી શાળા અને અન્ય લોકો એ રાહત નો શ્વાસ લીધો હતો.
(10:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
