તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
News of Saturday, 28th June 2025
વીએચપી દક્ષિણ ગુજરાત પ્રાંત નર્મદા જીલ્લાએ નાના બાળકોને સુવર્ણ પ્રાશનના ટીપા નિઃશુલ્ક પીવડાવ્યા

( ભરત શાહ દ્વારા ) નર્મદા: શુક્રવારે સવારે 9 થી 12 વાગ્યા સુધી પુષ્ય નક્ષત્રમાં વિશ્વ હિન્દુ પરિષદ દક્ષિણ ગુજરાત પ્રાંત નર્મદા જીલ્લા દ્વારા 0 થી 12 વર્ષના બાળકોને સુવર્ણ પ્રાશન ના ટીપા નિઃશુલ્ક પીવડાવ્યા. આ ટીપા થી રોગપ્રતિકારક શક્તિ વધે છે, યાદશક્તિ અને સ્મરણ શક્તિમાં વધારો થાય છે, પાચન ક્ષમતામાં સુધારો કરે છે, આવનાર રોગ સામે રક્ષણ આપે છે જેમાં લિટલ માસ્ટર પ્રિ સ્કૂલ, ચાચા નેહરુ બાલ મંદિર, જી.એસ.એલ. પબ્લિક સ્કૂલ, કરાંઠા બાલમંદિર, કરાંઠા પ્રાથમિક શાળા, વિદ્યા ભારતી સ્કૂલ અને રાજપીપળા મા નીકળેલી ભગવાન જગન્નાથજી ની રથયાત્રા મા જે બાળકો બાકી હોય તો તેમને સુવર્ણ પ્રાશન ના ટીપા પીવડાવવામાં આવ્યા હતા. જેમા નર્મદા જીલ્લા વિશ્વ હિન્દુ પરિષદ ના અધ્યક્ષ અજીતસિંહ રાઠોડ, જીલ્લા મંત્રી ગૌતમભાઈ પટેલ, જીલ્લા સહ મંત્રી નીરવભાઈ બારોટ , જીલ્લા સહ મંત્રી જયદિપસિંહ ચાવડા, જીલ્લા પ્રચાર પ્રસાર પ્રમુખ વિજયસિંહ ચૌહાણ, જીલ્લા માતૃશક્તિ એકતાબેન વસાવા, રાજપીપળા શહેર દુર્ગાવાહીની ખુશીબેન બ્રહ્મભટ્ટ , દત્તાબેન ગાંધી , નાંદોદ ગ્રામ્ય મંત્રી મહેન્દ્રભાઈ પટેલે, નાંદોદ બજરંગ દળ સહ સંયોજક જયદીપભાઈ મહંત અને શિક્ષકો એ સેવા આપી હતી.
(10:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
