<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th June 2025

ચારણી ગામ પાસે વાળંદનો ધંધો કરતા શખ્શનો શંકાસ્પદ રીતે મૃતદેહ મળ્યો...

દેડિયાપાડાના ચારણી ગામમાં વાળ કાપવા ગયેલા આધેડનો મોહન નદીના કિનારેથી મૃતદેહ મળ્યો

( ભરત શાહ દ્વારા )નર્મદા :નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના ચારણી ગામમાં વાળંદનો ધંધો કરતા વ્યક્તિનો મૃતદેહ મળતા અનેક અટકળો સંભળાઈ છે

    પ્રાપ્ત વિગતો અનુસાર રાજેન્દ્રભાઈ રૂપસીંગભાઈ વસાવા (રહે.ચારણી તા.ઉમરપાડા જી.સુરત) એ પોલીસ માં જાણ કર્યા મુજબ તેમના મોટા ભાઈ મરનાર રણજીતભાઈ રૂપસીંગભાઈ વસાવા (ઉ.વ. પર) ( રહે. કાલીજામણ ટેકરા ફળીયુ તા.ઉમરપાડા જી.સુરત )નાઓ ચારણી ગામે તેમની વાળંદ ની દુકાન હોય ત્યાં વાળ કાપવા સારૂ ગયેલ હતા અને સાજના ઘરે પરત નહી આવતા પરિવારજનો એ તેમની શોધખોળ કરી ત્યારબાદ તા ૨૬/૦૬/૨૦૨૫ ના રોજ બપોરના આશરે સાડા ત્રણેક વાગ્યાના અરસામાં ખામ ગામની સીમમા આવેલ મોહન નદીના કિનારે વરસાદના પાણીના વહેણમાં તણાય આવેલી કોહવાઈ ગયેલી હાલતમાં તેમનો મૃતદેહ મળી આવતા દેડિયાપાડા પોલીસે હાલ અકસ્માત મોત દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. જોકે મરનાર તેમની વાળંદ ની દુકાને દરરોજ ની જેમ ધંધો કરવા ગયા બાદ આવી ઘટના બનતા અનેક અટકળો ચાલી રહી છે

(10:34 PM IST)