<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th June 2025

વડોદરામાં મકરપુરામાં છ વર્ષની માસૂમ બાળકી સાથે શારીરિક અડપલાં :બે સંતાનોના પિતાની ધરપકડ

ભાઈ સાથે રમવા માટે ગયેલી માત્ર છ વર્ષની માસૂમ બાળકીને મૂળ યુપીનો અજીતરામ બહાદુર પટેલ લાલચ આપી બીજી બાજુ લઇ અડપલા કર્યા

વડોદરા ; શહેરના મકરપુરા વિસ્તારમાં માનવતાને શરમાવે તેવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ભાઈ સાથે રમવા માટે ગયેલી માત્ર છ વર્ષની માસૂમ બાળકી સાથે શારીરિક અડપલાં કરનાર હવસખોર આરોપીને મકરપુરા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મકરપુરા વિસ્તારમાં રહેતી 6 વર્ષની બાળકી અને તેનો ભાઈ રમવા માટે નજીકની એક સોસાયટીમાં ગયા હતા. આ સમયે મૂળ ઉત્તર પ્રદેશનો અને હાલ મકરપુરાની જશોદા સોસાયટીમાં રહેતો અજીતરામ બહાદુર પટેલ નામનો પુરુષ ત્યાં આવ્યો અને બાળકીને લાલચ આપી બીજી તરફ લઈ ગયો હતો. જ્યાં તેણે બાળકી સાથે શારીરિક અડપલા કર્યા હતા. આ દરમિયાન બાળકી સાથે આવેલ ભાઈને આસપાસ પોતાની બહેન ના દેખાતા તેણે ચીસો પાડતા અજીતરામ ગભરાઈ ગયો અને બાળકીને ત્યાં જ છોડી ફરાર થઇ ગયો હતો.

જે બાદ ડરી ગયેલ બાળકી રડતી-રડતી ભાઈ પાસે પહોંચી અને પછી બંને ઘેર ગયા હતા. જ્યાં બાળકીને રડતા જોઈ માતા દ્વારા પૂછપરછ કરતા બાળકી જણાવ્યું કે, અંકલે મારી સાથે ખરાબ કામ કર્યું. આ સંભળાતા માતા તાત્કાલ મકરપુરા પોલીસ સ્ટેશન પહોંચી અને ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનો દાખલ કરીને આરોપી અજીત પટેલ ની ધરપકડ કરી હતી

પોલીસ તપાસમાં આરોપી બે સંતાનોનો પિતા હોવાનું સામે આવ્યું છે. હાલ તો પોલીસે બાળકીની માતાની ફરિયાદના આધારે ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(12:23 AM IST)