તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Sunday, 29th June 2025
આવતીકાલે 13 જિલ્લામાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ કર્યુ જાહેરઃ આજે વરસાદ કચ્છને ધરમરોળશેઃ ઓરેન્જ એલર્ટ પરઃ બનાસકાંઠા સહિત 11 જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો
અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની પણ આગાહી

અમદાવાદઃ આવતીકાલે સોમવારે 13 જિલ્લામાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસું બેઠું ત્યારથી સારા પ્રમાણમાં વરસાદ વરસી રહ્યો છે. અત્યાર સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ નોંધાઇ ચુક્યો છે. આગામી દિવસોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, સિનોપ્ટિક સિસ્ટમ પસાર થઈ રહી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છ પર એક લો પ્રેશર સિસ્ટમ બનેલી જોવા મળી રહી છે. જેના કારણે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે રવિવારે, 29મી જૂનના રોજ કચ્છમાં અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલ છે. આ સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે.
આવતીકાલે સોમવારે 13 જિલ્લામાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. જેમાં અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
પહેલી જુલાઈના રોજ નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે સુરત, તાપી, ડાંગ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ જિલ્લામાં ભારે વરસાદની સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
બીજી જુલાઈના રોજ નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે. આ સાથે નર્મદા, સુરત, તાપી, ડાંગ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ જિલ્લામાં ભારે વરસાદની સાથે ઓરેજન્ એલર્ટ જાહેર કરાયું છે.
ત્રીજી જુલાઈના રોજ સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. આ સાથે ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ ભારે વરસાદની સાથે યલો એલર્ટ જાહેર કર્યુ છે.
ચોથી જુલાઈએ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદની સાથે યલો એલર્ટ જાહેર કર્યુ છે
(11:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
