<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th June 2025

ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાનું દસ્તકઃ દક્ષિણ ગુજરાતમાં ૩૪.રપટકા વરસાદ પડ્યોઃ સૌથી ઓછ ઉત્તર ગુજરતમાં રપ.પ૩ નોંધાયો

આજે 46 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો

અમદાવાદઃ  ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાએ દસ્તક દીધી, તે સાથે જ મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી દીધી હતી. જેના પરિણામે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં તો પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. જો કે છેલ્લા બે-એક દિવસથી વરસાદનું જોર એકંદરે ઘટ્યું છે અને કોઈ એકાદ-બે જિલ્લામાં માંડ 2 થી 5 ઈંચ જેટલો વરસાદ વરસે છે. આ સિવાય રાજ્યના મોટાભાગના તાલુકાઓમાં હળવા થી ભારે વરસાદી ઝાપટા નોંધાઈ રહ્યા છે. એવામાં વીતેલા 24 કલાકમાં રાજ્યના 232 તાલુકામાં 1 મિ.મીથી માંડીને સાડા 3 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે.
જો વરસેલા વરસાદની વિગતો જોઈએ તો, સૌથી વધુ 88 મિ.મી (3.4 ઈંચ) વરસાદ નવસારી જિલ્લાના ચિખલી તાલુકામાં ખાબક્યો છે. આ સિવાય વલસાડમાં 82 મિ.મી, જિલ્લાના વાપીમાં 66 મિ.મી, પંચમહાલ જિલ્લાના જાંબુઘોડામાં 66 મિ.મી, નવસારીના ગણદેવીમાં 63 મિ.મી, દ્વારકામાં 62 મિ.મી, કપરાડામાં 62 મિ.મી વરસાદ નોંધાયો છે. આમ એક દિવસમાં રાજ્યના 46 તાલુકામાં એક ઈંચથી વધુ, 12 તાલુકામાં 2 ઈંચથી વધુ અને માત્ર 2 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.
આ સાથે જ ગુજરાતમાં સિઝનનો સરેરાશ 31 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. રાજ્યમાં ઝોન પ્રમાણે જોઈએ તો, સૌથી વધુ 34.25 ટકા વરસાદ એકલા દક્ષિણ ગુજરાતમાં જ ખાબક્યો છે. જ્યારે સૌથી ઓછો 23.53 ટકા વરસાદ ઉત્તર ગુજરાતમાં નોંધાયો છે.

 


 

(11:21 AM IST)