તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Sunday, 29th June 2025
અમદાવાદ-મુંબઈ તરફ જતા નેશનલ હાઈવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા 5 કિ.મી. ટ્રાફિક જામ સર્જાયો
હાઈવે ઓથોરિટીના અધિકારીઓએ જેમ તેમ સમજાવીને મામલો થાળે પાડ્યો : બે કલાક સુધી ટ્રાફિક જામની સ્થિતિને પગલે વાહનોની લાંબી લાઈન જોવા મળી

અમદાવાદ તા.૨૯ :ગુજરાતભરમાં વરસાદી માહોલને પગલે રસ્તાઓની હાલત પણ બગડવા લાગી છે અને અકસ્માતોની ઘટનાઓમાં પણ સતત વધારો થતો જઈ રહ્યો છે. આજે અમદાવાદથી મુંબઈ તરફ જતા નેશનલ હાઈવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા 5 કિ.મી. ટ્રાફિક જામ સર્જાયાની માહિતી મળી રહી છે.
5 કિ.મી. લાંબો ટ્રાફિક જામ
માહિતી અનુસાર બબાલને પગલે હાઇવે પર વાહનોનો ખડકલો સર્જાયો હતો અને બે ટ્રક ચાલકો અકસ્માત બાદ ઝઘડવા લાગ્યા હતા. હાઈવે ઓથોરિટીના અધિકારીઓએ જેમ તેમ સમજાવીને મામલો થાળે પડ્યો હતો. લગભગ બે કલાક સુધી ટ્રાફિક જામની સ્થિતિને પગલે 5 કિ.મી. સુધી વાહનોની લાંબી લાઈન જોવા મળી હતી.
(1:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
