<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th June 2025

કોંગ્રેસના આગેવાન અને પૂર્વ મંત્રી અમિત ચાવડાએ અમૂલ ડેરીના મામલે ગંભીર આક્ષેપ કર્યા કરતા રાજકારણ ગરમાયું: કોંગ્રેસ દ્વારા ધરણાનું એલાન

અમૂલ ડેરીમાં છેલ્લા કેટલાક સમયથી ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો છે અને આ તમામ ભ્રષ્ટાચાર પાછળ શાસક પક્ષનો હાથ છે: અમિત ચાવડા

આણંદઃ આણંદ સ્થિત અમૂલ ડેરી બહાર આગામી 1 જુલાઈના રોજ ખેડા, આણંદ અને મહીસાગર જિલ્લાના પશુપાલકો સાથે કોંગ્રેસ ધરણા પ્રદર્શન કરવા જઈ રહી છે. અમૂલ ડેરીની ચૂંટણી પૂર્વે રાજકારણ ગરમાયું છે, ત્યારે કોંગ્રેસના આગેવાન અને પૂર્વ મંત્રી અમિત ચાવડાએ અમૂલ ડેરીના મામલે ગંભીર આક્ષેપ કર્યા છે.
અમિત ચાવડાએ આરોપ લગાવ્યો છે કે, અમૂલ ડેરીમાં છેલ્લા કેટલાક સમયથી ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો છે અને આ તમામ ભ્રષ્ટાચાર પાછળ શાસક પક્ષનો હાથ છે. તેમણે જણાવ્યું કે, ભાજપના શાસનમાં દુધ ઉદ્યોગને નુકસાન પહોંચાડી માત્ર ગુંડાગીરી અને ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, જેના સામે હવે પશુપાલકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
ખેડા જિલ્લાના કોંગ્રેસ પ્રમુખના પદગ્રહણ સમારોહ દરમિયાન અમિત ચાવડાએ જાહેરાત કરી હતી કે, 1 જુલાઈના રોજ આણંદ અમૂલ ડેરી બહાર કોંગ્રેસ ધરણા પ્રદર્શન કરશે અને પશુપાલકોના હક્ક માટે અવાજ ઉઠાવશે. તેમણે દુધિયા રાજકારણમાં ભ્રષ્ટાચારના મુદ્દે અમૂલ ડેરી અને શાસક પક્ષ પર તીખા પ્રહાર કર્યા હતા.
આ નિવેદન બાદ દુધ ઉદ્યોગ અને આણંદ જિલ્લામાં રાજકીય ગરમાવો વધી ગયો છે. અમૂલ ડેરીની આગામી ચૂંટણીને લઇને રાજકીય દલાલો અને પક્ષોમાં ખળભળાટ સર્જાયો છે. કોંગ્રેસના આક્રોસના પગલે શાસક પક્ષે શું પ્રતિસાદ આપશે તે જોવું મહત્વપૂર્ણ રહેશે.


 

(2:38 PM IST)