<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th June 2025

સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, સુરત, નવસારી, વલસાડ, અમદાવાદ, ગાંધીનગર સહીત અનેક જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી

આગામી છ દિવસ રાજ્યના અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી : જાણો ક્યાં જિલ્લામાં ક્યારે પડશે વરસાદ

અમદાવાદ :અમદાવાદમાં પણ વિવિધ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 5 જુલાઈ સુધીની વરસાદ અંગેની આગાહી મુજબ રાજ્યમાં અનેક જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી અપાઈ છે,આજે સૌરાષ્ટ્ર , ઉત્તર ગુજરાત, સુરત, નવસારી, વલસાડ, અમદાવાદ, ગાંધીનગર જિલ્લામાં ભારે વરસાદની ચેતાવણી છે.

હવામાન વિભાગ અનુસાર આજે 29 જૂન 2025ના રોજ ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, મહીસાગર, દાહોદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદ થઇ શકે છે. જ્યારે રાજકોટ, જામનગર, આણંદ, ખેડા, વડોદરા સહિત અન્ય જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

   30 જૂન 2025ના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ થઇ શકે છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, વડોદરા, આણંદ, ખેડા, બનાસકાંઠા, મહેસાણા સહિત અન્ય જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદની શક્યતા છે.

   1 જુલાઈ 2025ના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ખેડા, આણંદ, વડોદરા, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા સહિત અન્ય જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

2 જુલાઈ 2025ના રોજ નવસારી અને વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદ થઇ શકે છે. જ્યારે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, સુરત, ડાંગ જિલ્લામાં ભારે વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત અમદાવાદ, વડોદરા, આણંદ, ખેડા, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, રાજકોટ, જામનગર સહિત અન્ય જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે

3 જુલાઈ 2025ના રોજ સાબરકાંઠા, અરવલ્લી, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતા છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, નર્મદા, ભરૂચ, તાપી, ડાંગ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર, અમદવાદા, ખેડા, આણંદ, રાજકોટ, જામનગર, જૂનાગઢ, કચ્છ અને મોરબી સહિત અન્ય જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.  
 

(4:45 PM IST)