<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th June 2025

આંતરરાષ્ટ્રીય એરપોટ પરથી 2 કિલો ગાંજો જપ્ત: થાઈલેન્ડથી ડ્રગ્સ મંગાવ્યાનો ખુલાસો: હાઈબ્રિડ ડ્રગ્સ સાથે પેડલરની ધરપકડ

અમદાવાદ એરપોર્ટ પરથી 2 કરોડનું ડ્રગ્સ પકડાયુ છે. આંતરરાષ્ટ્રીય એરપોટ પરથી 2 કિલો ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે. અમદાવાદ એરપોર્ટ પર ડ્રગ્સ પકડકવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે. થાઈલેન્ડથી ડ્રગ્સ મંગાવ્યાનો ખુલાસો થયો છે.  હાઈબ્રિડ ડ્રગ્સ સાથે એક પેડલરની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા પેડલર સામે કાયદેસરની પ્રક્રિયા શરૂ કરાઈ છે. એરપોર્ટથી પકડાયેલ ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય કિંમત  કરોડો રૂપિયાની આસપાસ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

 

(4:47 PM IST)