<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th June 2025

ઉપરવાસમાં વરસાદથી સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણી આવકમાં વધારો : 4 પાવર હાઉસ ચાલુ કરાયા

હાલ નર્મદા ડેમની જળસપાટી 118.08 મીટરે પહોચી :પાવર હાઉસ ચાલુ થતા નિગમને કરોડો રૂપિયાની આવક થશે

અમદાવાદ : સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણી આવકમાં વધારો થયો છે. ઉપરવાસમાંથી 54,032 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. મધ્યપ્રદેશમાં સતત વરસાદ વરસતા નર્મદા ડેમમાં નવાનીરની આવક થવા પામી છે. હાલ નર્મદા ડેમની જળસપાટી 118.08 મીટરે પહોચી છે. પાણીની આવક થતા CHPH 1 અને RBPH ના 4 પાવર હાઉસ ચાલુ કરવામાં આવ્યા છે. પાવર હાઉસ ચાલુ થતા નિગમને કરોડો રૂપિયાની આવક થશે. નર્મદાની મેઈન કેનલમાં 12,200 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે . 

(5:12 PM IST)