તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Sunday, 29th June 2025
સુરતમાં જિલ્લા પંચાયત દ્વારા અનાધિકૃત કબજેદારો વિરુદ્ધ કાર્યવાહી: 100 કરોડથી વધુની કિંમતની સરકારી જગ્યા પરના દબાણ દૂર કરાયું
છ દાયકા જુના અને અનઅધિકૃત કબજાનું ડિમોલેશન: જિલ્લા પંચાયતની 800037 ચોરસ મીટર જગ્યામાં અંબિકા ઓટોમોબાઇલ તેમજ રાણા ટ્રાવેલ્સ દ્વારા દબાણ કરાયું હતું.

સુરતમાં જિલ્લા પંચાયત દ્વારા અનાધિકૃત કબજેદારો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. રેલવે સ્ટેશન નજીક 100 કરોડથી વધુની કિંમતની સરકારી જગ્યા પરના દબાણ દૂર કરવામાં આવ્યા છે. છ દાયકા જુના અને અનઅધિકૃત કબજાનું ડિમોલેશન કરવામાં આવ્યું છે.
મળતી વિગત મુજબ જિલ્લા પંચાયતની 800037 ચોરસ મીટર જગ્યામાં અંબિકા ઓટોમોબાઇલ તેમજ રાણા ટ્રાવેલ્સ દ્વારા દબાણ કરાયું હતું. આ દબાણ વર્ષોથી ખાલી કરવામાં આવતું ના હતું તેથી તેને ડિમોલિશન કરી તોડી પાડવામાં આવ્યું છે. 1961માં જિલ્લા લોકલ બોર્ડનું વિસર્જન થતા મિલકત જિલ્લા પંચાયત હસ્તક આવી હતી. 1960 ના અરસામાં આ પેઢીઓને સાત વર્ષ માટે લીઝ પર જમીન અપાઈ હતી. સમય મર્યાદા પૂરી છતાં આ પેઢી જમીન ખાલી કરતી ના હતી અને છેલ્લા 50 વર્ષથી મંજૂરી વગર જ દબાણ કરવામાં આવ્યું હતું.
(5:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
