<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th June 2025

સુરત એરપોર્ટનું વિસ્તરણ હવે નહીં થાય ! : એરપોર્ટ ઓથોરિટીએ જમીન સંપાદનની જરૂર ના હોવાનો લખ્યો પત્ર :નાણા પરત કર્યા

સુરત એરપોર્ટનું વિસ્તરણ કરવા માટેનુ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. જેના માટે ગુજરાત સરકારે ખાસ નાણાકીય જોગવાઈ કરીને રૂપિયાની ફાળવણી કરી હતી. રાજ્ય સરકારે આ પ્રોજેક્ટ માટે કુલ 215 કરોડ મંજૂર કર્યા હતા. જેમાંથી 100 કરોડનો પ્રથમ હપ્તો જમીન સંપાદન માટે આપવામાં આવ્યો હતો. પરંતુ  એરપોર્ટ ઓથોરિટીએ, જમીન સંપાદનની જરૂર ના હોય તેવો પત્ર લખતા, વિભાગે નાણાં પરત કર્યા છે.

 

(5:25 PM IST)